બોગસ સાટાખત બનાવી કરોડોની જમીન પર કબજો જમાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત

  પડધરીની કરોડોની જમીનના ખોટો સાટાખત બનાવી કબ્જો મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા મહિલાએ બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અંગે પોલીસ મથકમાં આરોપી મુસા…

 

પડધરીની કરોડોની જમીનના ખોટો સાટાખત બનાવી કબ્જો મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા મહિલાએ બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અંગે પોલીસ મથકમાં આરોપી મુસા આસલવરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી છે.

આ કેસની હકિકત મુજબ, પડધરી પોલીસ મથકમાં આરોપી મુસા રણમલભાઈ આસલવરા વિરૂૂદ્ધ ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કબજો કરાવવા અંગે આઇપીસી કલમ 465,467,468,471 મુજબ ફરિયાદી દિવાળીબેન પીપળીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ન્યારા ગામ પાસે આવેલ જમીન તેઓએ મંજુલાબેન પીપળીયા પાસેથી લીધી હોય જે જમીન અંગે તેઓને તારીખ 1/12/2022માં કોર્ટમાંથી સમન્સ આવેલ જે મુજબ આ જમીનનું આરોપી મુસા આસલવરાએ ખોટા સાટાખત ઉપયોગ કરી તેમની વિરૂૂદ્ધ વિશિષ્ટ કરારનું પાલન કરવા અંગે સિવિલ કોર્ટમાં દાર્થો દાખલ કરેલો છે. ફરિયાદીએ આરોપીએ ઉભુ કરેલ ખોટું સાટાખત જોતા તેમાં ફરિયાદીનો ફોટો અંગૂઠાનું નિશાન હોય જે પોતે ન કરેલ હોય તેથી આ મામલે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્યાર બાદ જેલમુક્ત થવા આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપીની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ સંડોવણી નથી.જ્યાં સુધી તે તકસીરવાન ના કરે તે પહેલા જેલમાં રહે તો તે પ્રી- ટ્રાયલ સજા થાય જેથી તેને જામીન મળવા જોઈએ બને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોના હાઈકોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી.આ કેસમાં આરોપી તરફે એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારીસ જુણેજા, ડેનિશા પટેલ, જય વણઝારા તેમજ ભૂષણ બજાજ રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *