મોરબીમાં રહેતા વૃદ્ધે ધંધાના નાણાની જરૂૂરત પડતા 11 લાખની રકમ 5 ટકા વ્યાજે લીધી હતી દર અઠવાડિયે તેઓ વ્યાજની રકમ ચુકવતા હતા અને કુલ રૂૂ 2.43 કરોડ ચૂકવી આપ્યા છતાં બે ભાઈઓએ વધુ વ્યાજની માંગણી કરી પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી.
મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.વ.60) વાળાએ આરોપીઓ રમેશ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિન રામજીભાઈ ભાલોડીયા રહે બંને આર્યનગર સોસાયટી, જીઆઈડીસી સામે શનાળા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2023 માં ફરિયાદીને ધંધામાં રૂૂપિયાની જરૂૂરત ઉભી થતા અરોઈઓ પાસેથી રોકડા રૂૂ 11 લાખ લીધા હતા જેનું દર અઠવાડિયે તેમજ મહીને 5 ટકા લેખે મળી વ્યાજના રૂૂ 6,75,000 ચુકવતા હતા આજદિન સુધીમાં ફરિયાદીએ કુલ રૂૂ 2,43,00,000 ચૂકવી આપ્યા છે છતાં બંને આરોપી ભાઈઓએ વધુ વ્યાજની માંગણી કરી જો રૂૂપિયા નહિ આપે તો ફરિયાદી અને તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લોહીની ઉલટી થતાં આધેડનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર કુળદેવી પાન પાછળ જનકલ્યાણ નગર ખાતે રહેતા આધેડ સંજયભાઇ રામજતનભાઇ ઉપાધ્યાયને કેન્સરની બીમારી હોય ગત તારીખ 16નાં રોજ તેમને લોહીની ઉલટી થતા આધેડનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
