માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બંધ પડેલ ટ્રક પાછળ અથડાવી દઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.કાલાવડ તાલુકાના જાલણસર ગામના રહેવાસી પંકજભાઈ અરજણભાઈ ગોડલીયાએ ટ્રક આરજે 19 જીજી 7364 ના ચાલક દેવારામ છોગારામ દારા (ઉ.વ.30) રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દેવરામ દારાએ પોતાનો ટ્રક આરજે 19 જીજી 7364 પુરઝડપે ચલાવી માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામથી આગળ સામખીયારી તરફ મીઠાના કારખાના પાસે ફરિયાદીના બંધ પડેલ ટ્રક જીજે 12 બીવી 7191 પાછળ અથડાવી દીધો હતો અકસ્માતમાં દેવારામ દારાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના ઘુંટુ ગામે સીડી પરથી પટકાતા યુવકનું મોત
મોરબીના ઘૂંટું ગામ પાસે આવેલા એક ટાઇલ્સના કારખાનામાં કામ દરમિયાન સીડી પરથી પડી જતાં 30 વર્ષીય યુવાન શ્રમિકનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, હળવદના ડુંગરપુર ગામના રહેવાસી મગનભાઈ ભાવુભાઈ આકરીયા (ઉં.વ. 30) મોરબીના ઘૂંટું ગામ પાસે આવેલ મારમોલા વિટ્રીફાઇડ એન્ડ ટાઇલ્સ કારખાનામાં મજૂરી કામ કરતા હતા. કામ દરમિયાન તેઓ અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
