ટેન્કર પાછળ છોટા હાથી અથડાતાં ચાલક યુવકનું મોત

મોરબીના રાપર ગામની સીમમાં અકસ્માત સર્જાયો મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં ટ્રક ટેન્કર પાછળ સુપર કેરી લોડીંગ વાહન અથડાતા લોડીંગ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત…

મોરબીના રાપર ગામની સીમમાં અકસ્માત સર્જાયો

મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં ટ્રક ટેન્કર પાછળ સુપર કેરી લોડીંગ વાહન અથડાતા લોડીંગ વાહનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે ચાલકના ભાઈને કપાળ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
માળિયાના ખાખરેચી ગામે રહેતા કમલેશભાઈ દેવાભાઈ પાંચિયા (ઉ.વ.43) મારુતિ સુઝુકી સુપરકેરી લોડીંગ વાહન જીજે 36 વી 8986 ના ચાલક સાજનકુમાર હરજીભાઈ દેલવાણીયા (ઉ.વ.21) રહે સરવડ તા. માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 20 માર્ચના રોજ બપોરના સમયે ફરિયાદી પોતાનું ટ્રક ટેન્કર જીજે 12 એટી 7713 પાણી ભરીને હાઈવે રોડ પર વચ્ચેના ભાગે ડીવાઈડરમાં નાના છોડને પાણી પીવડાવતા હતા ત્યારે રાપર ગામની સીમમાં સુપેર કેરી વાહન ચાલક સાજનકુમાર દેલવાણીયાએ પોતાનું વાહન પુરઝડપે ચલાવી આગળ જતા ટેન્કર પાછળ અથડાવી અકસ્માત કર્યો હતો.

જે અકસ્માતમાં સુપરકેરી વાહનના ચાલક સાજનકુમારને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ બાજુની સીટમાં બેસેલ ચાલકના સગા ભાઈ વિષ્ણુ હરજીભાઈ દેલવાણીયાને કપાળ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *