સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે. અમર જ્યોત કુમાર છાત્રાલય હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ નોટમાં માતાપિતા સામે નારાજગી બતાવી લખ્યું કે, મારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહિ થાય. હું ભણી ન શક્યો એમાં તમારી કોઇ ભૂલ નથી.
મૃતક વિદ્યાર્થીની ઓળખ કિનસુકકુમાર મનોજભાઈ ચૌધરી તરીકે થઈ છે. તે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગતરોજ (15 જૂન) વિદ્યાર્થીએ હોસ્ટેલની રૂૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું સવારે ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ઉમરપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો છે.
વિદ્યાર્થીએ ચૌધરી ભાષામાં સુસાઈડ નોટ લખી છે. જે હાલ પોલીસે કબજે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કિનસુકે પોતાની સુસાઈડ નોટમાં બહેનોની સારસંભાળ રાખવા અને ખર્ચ ન કરવાની વિનંતી કરી છે. કિનસુકે પોતાના હાથમાં લખ્યું મામા મેં ભણવાને લાયક નથી.
પોલીસે પરિવારજનો સાથે પૂછપરછ શરૂૂ કરી તેણે સુસાઇડ નોટમાં માતા-પિતા સામે નારાજગી બતાવી લખ્યું છે કે, મારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહિ થાય. હું ભણી ન શક્યો એમાં તમારી કોઇ ભૂલ નથી મૃતક કિનસુક મનોજભાઈનો એકનો એક દીકરો હતો. જે 5 દિવસ પહેલાં જ અમર જ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો .
