ગાડીમાં જીપીએસ નખાવવાનું કહી યુવાનને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
સદર બજારના ખાટકીવાડમાં રહેતા આસીફભાઇ અબ્બાસભાઇ બેલીમ(ઉ.વ.41)ને ગૌરક્ષક ભાવિન પટેલે ધમકી આપતા કહ્યું કે તું ગાડીમાં ઢોર ભરીને કેટલા ફેરા મારે છે તે મને ખબર છે અને તારે વધારે હપ્તા આપવા પડશે તેમ કહેતા પ્ર. નગર પોલીસમાં આસિફે ફરિયાદ નોંધાવી છે.
આસિફે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નોનવેજનો ધંધો કરું છુ.ગઈ તા.10/01ના રોજ રાતના આશરે દસ વાગ્યે હુ મારા ઘરે હાજર હતો ત્યારે ભાવીનભાઇ પટેલ જે ગૌર ક્ષક છે તેનો મને ફોન આવેલ કે યાજ્ઞીક રોડ પર સ્કેચર્સ શોરૂૂમની બાજુમા બાપા સીતારામના ઓટા પાસે મળવા બોલાવે લ જેથી હુ ત્યા પહોચેલ અને ભાવિનભાઇ પટેલએ મને વાત કરેલ કે, તારી ગાડીમા જીપીએસ નખાવી દેજે તો મે કહેલ કે, કેમ જીપીએસ નાખવાનુ કહો છો તો ભાવીનભાઇએ કહેલ કે, તુ ગાડીમા ઢોર ભરીને કેટલા ફેરા મારશ તેની મને ખબર પડે અને તે પ્રમાણે તારી પાસેથી રૂૂપીયા લેવાના થાય તો મે કહેલ કે, હુ અને બીજા વેપારીઓ તમને રેગ્યુલર હપ્તા આપીએ જ છીએ તેમ છતા પણ તમે હેરાન કરો છો તેમ મે કહેતા આ ભાવીનભાઇએ કહેલ કે, તમે વધારે ફેરા મારો છો અને રૂૂપીયા ઓછા આપો છો એટલે તને જીપીએસ નાખવાનુ કહુ છુ અને જો ગાડીમા જીપીએસ નાખીશ નહિ કે વધુ રૂૂપીયા આપીશ નહિ તો તને મારી નાખીશ તેમ કહેતા હુ ડરી ગયેલ હોવાથી કાઇ જવાબ આપેલ નહી અને હુ ઘરે ચાલ્યો ગયેલ હતો.
ત્યારબાદ ગઈ તા.14/01ના રોજ હું મારા ઘરે હાજર હતો ત્યારે રાતના ભાવીન પટેલનો મોબાઈલ નમ્બર પર ફોન આવેલ અને મને કહેલ કે,તારી ગાડીમા જીપીએસ લગાડી દે જે નહિતો ગાડી નહિ હાલવા દઉ અને ધંધો નહિ કરવા દઊ તો મે જીપીએસ લગાડ વાની ના પાડેલ હતી તે ભાવીન પટેલએ મને ભુંડી ગાળો બોલેલ અને અમારા સમાજના આગેવાનો અને વાસીમની ઘરવાળીને પણ ગાળો બોલેલ છે.જેનું મોબાઇલ ફોનમા રેકોર્ડીંગ કરેલ છે.આ મામલે પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
