અમદાવાદની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસની રેડ, 21 નબીરા પકડાયા

દારૂની બોટલ, બાઈટિંગ પણ મળી આવ્યું, નબીરાઓ પૈકી કેટલાકના પિતાએ મામલો દબાવવા ભલામણ પણ કરી હતી આસપાસના લોકોએ ડીજે પાર્ટી અને ઘોઘાંટથી ત્રાસી પોલીસને જાણ…

દારૂની બોટલ, બાઈટિંગ પણ મળી આવ્યું, નબીરાઓ પૈકી કેટલાકના પિતાએ મામલો દબાવવા ભલામણ પણ કરી હતી

આસપાસના લોકોએ ડીજે પાર્ટી અને ઘોઘાંટથી ત્રાસી પોલીસને જાણ કરી હતી

અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચાર યુવતી સહિત 16 નબીરા મળ્યાં હતાં, જ્યારે પાંચ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે બે કલાકમાં પાંચેય પોલીસ સમક્ષ હાજર થતાં તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા. વેઇટર અને રસોઈયા સહિત કુલ 21 લોકો ધાબા પર હતા. એ બાદ તમામને પોલીસ સ્ટેશન અને ટેસ્ટ માટે લઈ જવાના હતા ત્યારે ઉપરથી નીચે આવતી વખતે પાંચ લોકો ગાયબ થઈ ગયા હતા.
પંચવટી પાસે આવેલા એપાર્ટમેન્ટના ધાબે એક હાઈ પ્રોફાઈલ દારૂૂ અને પાર્ટી ચાલી રહી હતી, જેમાં અલગ અલગ કાઉન્ટર પણ લાગ્યાં હતાં.

આસપાસના લોકો ડીજે પાર્ટી અને ચાલી રહેલા દૂષણથી હેરાન થતાં પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ધાબા પર પહોંચી હતી. પોલીસે કોર્ડન કર્યું છતાં પાંચ જેટલા નબીરાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ધાબા પરથી ચાર યુવતી સહિત કુલ 16 લોકો ઝડપાયા હતા. તમામને એક ખૂણામાં બેસાડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

રેડ દરમિયાન 3 યુવતીને બહાર બેસાડવામાં આવી હતી, જ્યારે એક યુવતીને અંદરના એક જિમમાં બેસાડવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન ભાગી ગયેલા બીજા પાંચ યુવકો ચમત્કારિક રીતે પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસ દ્વારા તમામને ધાબા પર લઈ જવામાં આવ્યા હતા. નબીરાઓ પૈકી કેટલાકનાં સગાં પણ લિફ્ટમાં રેડના સ્થળે પહોંચી ગયાં હતાં.

પોલીસ દ્વારા ચાર કલાકની લાંબી પ્રક્રિયા બાદ કેટરિંગ અને વેઇટરના કર્મચારીઓ સહિત કુલ 16 લોકોને ઉપરથી નીચે લાવીને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન અને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે ઉપર 21 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 16 લોકોને જ લઈ જવામાં આવ્યા છે, બાકીની 4 યુવતી અને યુવક અચાનક જ ક્યાંય ગાયબ થઈ ગયાં હતાં.
આ સમગ્ર ઘટનામાં પોલીસ પર મોટા સવાલ થઈ રહ્યા છે. રેડ શરૂૂ થઈ ત્યારથી જ નબીરાઓ પૈકી કેટલાકના પિતાએ ભલામણનો દોર શરૂૂ કર્યો હતો. અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મચારી પણ રેડના સ્થળ સુધી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીના અંગત માણસો પણ રેડના સ્થળે પહોંચ્યા હતા. યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે કંઈક ભીનું સંકેલવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઙઈં એસ.આર બાવાએ જણાવ્યું હતું કે આ યુવતીઓ ફ્લેટમાં હોબાળો થયો તેથી ઉપર આવી ગઈ હતી. તેઓ મહેફિલમાં હાજર નહોતી અને મેં તેમને સૂંઘ્યા હતા, પરંતુ તેમના મોઢામાંથી કોઈ સ્મેલ આવતી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *