તમને પૈસાની બહુ હવા છે હવે સમજી લેવું છે, ભેગો થા એટલે છરીના ઘા ઝીંકી દેવા છે… યુવાનને ધમકી

રૈયાધારમાં રહેતા અને કોર્પોરેશન વોર્ડ નંબર એકમાં કામ કરતા રોહીતભાઇ મેરાભાઈ જોગરાણા(ઉ.વ.24)ને કરણ મકવાણાએ પૈસા બાબતે ગાળો આપી એટ્રોસીટીની ફરિયાદ કરવા ધમકી આપી હતી.આ મામલે…

રૈયાધારમાં રહેતા અને કોર્પોરેશન વોર્ડ નંબર એકમાં કામ કરતા રોહીતભાઇ મેરાભાઈ જોગરાણા(ઉ.વ.24)ને કરણ મકવાણાએ પૈસા બાબતે ગાળો આપી એટ્રોસીટીની ફરિયાદ કરવા ધમકી આપી હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.રોહિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અગાઉ મારા ભાઇ ગોપાલભાઈને આ કરણભાઈ મકવાણા સાથે પૈસા બાબતે માથાકુટ થઇ હતી.ગઇ તા.06/08ના સાંજના હુ તથા મારો ભાઇ ગોપાલભાઈ તથા મારા મિત્રો અમે બધા મોમાઇ પાન પાસે પાણીના ટાંકાની બાજુમા જન્માષ્ટમીના તહેવાર નિમીતે આયોજન કરતા હતા એટલામાં ત્યાં આ કરણ નિતીનભાઇ મકવાણા રીક્ષા લઇને આવેલ અને મોમાઇ પાન વાળાને ત્યાં ફાકી લેવા ગયેલ હતો.

જેથી અમો ત્યાંથી જતા રહેલ હતા અને આગળ રોડ ઉપર ઉભા હતા ત્યારે આ મોમાઇ પાન વાળા સતીષભાઇનો મારા ફોનમા ફોન આવેલ અને જણાવેલ કે કરણભાઇ મકવાણા અત્યારે મારી દુકાને આવેલ હતો અને તે તારૂૂ નામ તથા તારા ભાઇ ગોપાલભાઇનુ નામ લઇને કહેતો હતો કે આ રોહીત તથા ગોપાલ ઉપર એટ્રોસિટીની ખોટી ફરીયાદ કરવી છે અને મારી પત્નિને સાથે લઇ જઇ તેની છેડતીની પણ ફરીયાદ દાખલ કરાવવી છે તેવી વાતો કરી અહીંથી ઉગ્ર થઇ જતો રહેલ છે તેમ વાત કરેલ તે અરસામા આ કરણભાઈ મકવાણાના મોબાઈલ પરથી મારા ફોનમા ફોન આવેલ અને મને કહેવા લાગેલ કે તમો ભરવાડ તમને બહુજ પૈસાની હવા આવી ગઇ છે તો હવે તમારી સાથે સમજી લેવુ છે એમ કહી ગાળો આપી હતી.

ત્યારબાદ મને કહેવા લાગેલ કે તુ મને અત્યારે ભેગો થા એટલે તને છરીના ઘોદા મારી દેવા છે અને તારા ઉપર હવે સિટી એટલે કે એટ્રોસિટીના કેશમા ફીટ કરાવી દેવો છે તેવી ધમકી આપેલ જેથી અમોએ તેને રૂૂબરૂૂ વાતચીત કરવા જણાવેલ હતુ બાદ બીજા દિવસે આ કરણભાઇ મકવાણાનો ફરીથી મને ફોન આવેલ અને મને કહેલ કે તુ કયાં છો જેથી મે જણાવેલ કે હુ કોર્પોરેશન ખાતે પગાર લેવા જાવ છુ થોડીકવારમાં ત્યાં આવી આ પણે સમાધાન કરી લઇએ તેમ વાત કરતા આ કરણભાઇ મને કહેવા લાગેલ કે તારે સમાધાન કરવુ હોય તો તારે પગારના પૈસા પણ મને જ આપવા પડશે તો જ સમાધાન થાશે નહીતર હુ તારા ઉપર તથા તારા ભાઇ ઉપર એટ્રોસિટીની ફરીયાદ કરીશ તેવી ધમકી આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *