નવી બનતી PGVCLની કચેરીમાં ચોથા માળેથી પડી જતાં શ્રમિકનું મોત

યુની.રોડ પર પુષ્કરધામ મેઈન રોડ નિર્માણ પામી રહેલી પીજીવીસીએલ મોટા મવા સબ ડિવિઝન કચેરીમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા શ્રમિકનું લિફ્ટના ગાળામાંથી નીચે પડી જતા તેનું…

યુની.રોડ પર પુષ્કરધામ મેઈન રોડ નિર્માણ પામી રહેલી પીજીવીસીએલ મોટા મવા સબ ડિવિઝન કચેરીમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા શ્રમિકનું લિફ્ટના ગાળામાંથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું.આ મામલે યુનિવર્સિટી પોલીસે કાગળો કર્યા હતા.

વધુ વિગતો મુજબ,નાનામવા રોડ ગોલ રેસિડેન્સી સામે જય ભીમનગરમાં રહેતા જયંતિલાલ પ્રેમજીભાઈ ચંદ્રપાલ(ઉ.57)ગઈકાલે પુષ્કરધામ મેઈન રોડ પર નિર્માણ પામી રહેલા પીજીવીસીએલ મોટામવા સબ ડિવિઝનની કચેરીમાં પ્લાસ્ટર કામ કરતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા ચોથા માળે લિફ્ટના ગાળામાં અચાનક પડી જતા તેમને શરીરે ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જયંતિભાઈને સંતાનમાં એક પુત્ર અને ત્રણ દીકરી છે અને પોતે ત્રણ બહેન અને ચાર ભાઈમાં બીજા નંબરના હતા.તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *