છેલ્લા બે વર્ષના વહીવટદાર શાસન બાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેનું ે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થતા 53.88 ટકા મતદાન થયેલ છે મતદાનના આંકડા જોતા વધુમાં વધુ મતદાન વોર્ડ નંબર આઠમાં થયેલ છે જ્યારે ઓછામાં ઓછું મતદાન વોર્ડ નંબર ચારમાં મતદાન થયેલ છે તો આ વખતે મતદારોએ નિરસ્તા દાખવી છે ધારાસભામાં અને સંસદમાં 65 ટકા જેવું મતદાન થાય છે જ્યારે નગરપાલિકા જેવી સંસ્થા કે જ્યાં સ્થાનિક ઉમેદવારો હોય અને એક વોર્ડમાંથી આઠ આઠ દસ દસ ઉમેદવારો લડતા હોય આમ છતાં 53.88% જેવું મતદાન એ મતદારોની નિરસતા દર્શાવે છે આવી સ્થિતિમાં નગરપાલિકાની સતા કોણ કબજે કરશે તે અંગેની ચર્ચાઓ રાજકીય માણસોમાં શરૂૂ થઈ ગયેલ છે.
રાજકીય માણસોના ગણિત મુજબ ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરશે કારણ કે ભાજપને માનનાર મતદાર નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારોથી વાજ આવીને મતદાન કરવા નીકળ્યો જ નથી આને કારણે કોંગ્રેસને ફાયદો થાય તેવું રાજકીય માણસો માને છે જ્યારે બીજી બાજુ ભાજપે પાંચ સીટો બીનહરીફ મેળવી લીધેલ છે આ ભાજપનો પ્લસ પોઈન્ટ છે જેને કારણે ભાજપ પણ સત્તા ઉપર આવી શકે છે આમ કોંગ્રેસ અને ભાજપમાંથી નગરપાલિકાની સરકાર કોણ કબજે કરશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે. જોકે નગરપાલિકાનું મતદાન જોતા અન્ય પક્ષો અને એકાદો અપક્ષ પણ ચૂંટાય એવી સ્થિતી હોવાને કારણે અપક્ષો અને અન્ય પક્ષોનું પણ સત્તા કબજે કરવામાં કે સત્તા મેળવવામાં એટલું જ મહત્વ રહેશે.
મોટી પાનેલી તા. પંચાયત ચૂંટણીમાં 43% મતદાન
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત મોટી પાનેલી એક નંબર ની સીટ ઉપર મતદાન થયેલ છે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા ગત ટર્મના ઉમેદવાર ડિસ્કોલીફાઈ થતા આ ચૂંટણી યોજવામાં આવેલ જેમાં કુલ 5237 મતદારો નોંધાયેલા છે જે પૈકી પુરુષ માતદારો 2715 અને મહિલા મતદાર 2522 છે જેમાં આજે મતદારોએ ધીમી ગતિએ શાંતી પૂર્ણ માહોલ માં ધીંગું મતદાન કરેલ હતું કુલ પાંચ બુથ ઉપર સવારે અગ્યાર વાગ્યે 750 મત પડ્યા હતા જે બપોરે એક વાગ્યાં દરમિયાન 1100 થયેલ ત્યારબાદ બે વાગ્યે 1400 સુધી મતદાન થયેલ બાદમાં બપોરે ત્રણ વાગ્યાં સુધીમાં 1700 એ આંકડો પહોંચ્યો હતો જે સાંજે પાંચ વાગ્યાં સુધીમાં 2020 મતદારો એ પોતાનો મત આપેલ બાદમાં છેલ્લા આંકડા મુજબ સાંજે છ વાગ્યાં સુધીમાં ટોટલ 2223 જેટલાં મતદારો એ મતદાન નો અધિકાર ભોગવ્યો હતો જે 43 ટકા જેટલું મતદાન થયાં ના અહેવાલ છે.
