ઈદના દિવસે જુલૂસમાં લાગણી દુભાય તેવા ગીતો વગાડવા મામલે ડીજે સંચાલક સામે ગુનો

રાજકોટ શહેરમાં ઇદ-એ મિલાદના દિવસે રેલનગરમા સાધુવસવાણી કુંજ રોડ પર એક જુલુસ નીકળેલ હોય જે જુલુસ સંચાલક જાહેર રોડ પર વધારે સમય ઉભુ રાખી ઉશ્કેરણી…

રાજકોટ શહેરમાં ઇદ-એ મિલાદના દિવસે રેલનગરમા સાધુવસવાણી કુંજ રોડ પર એક જુલુસ નીકળેલ હોય જે જુલુસ સંચાલક જાહેર રોડ પર વધારે સમય ઉભુ રાખી ઉશ્કેરણી જનક તેમજ કોઇની લાગણી દુભાય તેવા ગીતો જોર જોરથી માઇક સીસ્ટમ વગાડતા હોય આ અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્ર. નગર પોલીસે આરોપી ઇમરાન સિંકદરભાઈ ભટ્ટી સામે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધયો હતો.

આ ઘટનાની વધુ વિગતો મુજબ,સોશ્યલ મીડીયામા એક વીડીયો વાયરલ થયો હોય જેમા તા.5ના રોજ ઇદ-એ મિલાદ અંગે રેલનગરમા સાધુવસવાણી કુંજ રોડ પર એક જુલુસ નીકળેલ હોય જે જુલુસ સંચાલક જાહેર રોડ પર વધારે સમય ઉભુ રાખી ઉશ્કેરણી જનક તેમજ કોઇની લાગણી દુભાય તેવા ગીતો જોર જોરથી માઇક સીસ્ટમ વગાડ તા હોય અને ધ્વનિ પ્રદુષણ કરી પોલીસ કમિશનરના ધ્વનિ પ્રદૂષણ અંગેનુ જાહેરનામુ બહાર પાડેલ હોય જે જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી સોશ્યલ મીડીયામા વાયરલ થયેલ વીડીયો બાબતે તપાસ કરવામાં આવી હતી.

આ જુલુસ રેલનગરમા આવેલ લોકમાન્ય તિલક ટાઉનશીપ આવાસ યોજના વાળાનુ હોય અને તેના સંચાલક બાબતે તપાસ કરતા તેના સંચાલક ઇમરાન સિંકદરભાઈ ભટ્ટી જાતે બ્લોક નં. ઇ-21 રેલનગર રાજકોટ વાળા હોવાનુ જાણવા મળ્યું હતું.તો આ જુલુસના સંચાલક ઇમરાન સિંકદરભાઈ ભટ્ટી સામે ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામાનો ભંગ કરી બી.એન.એસ.એસ. કલમ 223 મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *