ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું છે કે મહિલાઓએ ઈંઅજ અધિકારી કે શિક્ષક બનતા પહેલા એક ’કુશળ માતા’ બનવું જોઈએ. તેમણે કાનપુરની છત્રપતિ શાહૂ જી મહારાજ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહમાં આ વાત કહી. રાજ્ય પાલે પરિવારની જવાબદારી અને સંસ્કારો પર ભાર મૂકતા કહ્યું કે વ્યાવસાયિક સફળતા પરિવારના ભોગે ન મળવી જોઈએ. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ફેકલ્ટી સાથે વાત કરતા, યુપીના રાજ્ય પાલ, જે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિ પણ છે, તેમણે કૌટુંબિક મૂલ્યો, માતા પિતાની જવાબદારી અને ચારિત્ર્ય નિર્માણ પર ભાર મૂક્યો, અને કહ્યું કે શિક્ષણ શૈક્ષણિક સિદ્ધિઓથી આગળ વધવું જોઈએ.
રાજ્યપાલે કહ્યું કે દીકરીઓએ લગ્ન પછી અભ્યાસ છોડવો ન જોઈએ અને પોતાના જ્ઞાનનો ઉપયોગ દેશના નિર્માણમાં કરવો જોઈએ. તેમણે વાલીઓને કહ્યું કે બાળકોનું એડમિશન કરાવી દેવું એટલું જ પૂરતું નથી, પરંતુ એ જોવું પણ જરૂૂરી છે કે બાળકો કોલેજમાં શું કરી રહ્યા છે. સમારોહમાં રાજ્યપાલે યુનિવર્સિટીની હોસ્ટેલ પાસે નશાની સમસ્યા પર પણ ચિંતા વ્યક્ત કરી.
તેમણે જણાવ્યું કે તપાસ ટીમે શોધી કાઢ્યું કે ફૂડ ડિલિવરીના ડબ્બાઓ દ્વારા નશીલા પદાર્થો પહોંચાડવામાં આવી રહ્યા હતા, જેને વહીવટીતંત્રે તરત જ રોકી દીધો. રાજ્યપાલે મહિલાઓ સામેના ગુના અને ઘરેલું હિંસાને ઘટી રહેલા નૈતિક મૂલ્યો સાથે જોડતા કહ્યું કે માત્ર ડિગ્રીઓ વહેંચવાથી સમાજ નહીં સુધરે. આ સમારોહમાં 1 લાખ 7 હજાર 713 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી, જેમાં આશરે 82 ટકા મેડલ છોકરીઓએ જીત્યા.
બીએસસી એગ્રીકલ્ચરની વિદ્યાર્થીની પ્રિયા યાદવને સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ ચાન્સેલર્સ ગોલ્ડ મેડલ સહિત 5 મેડલ મળ્યા. રાજ્યપાલે ડિજીલોકર દ્વારા ડિજિટલ ડિગ્રી વિતરણની પણ શરૂૂઆત કરી, જેનાથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી ઓનલાઈન મળી શકશે.રાજ્યપાલ ટ્રેન દ્વારા કાનપુર પહોંચ્યા, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખર્ચ ઘટાડવાના સંદેશ સાથે જોડવામાં આવ્યો. આ પહેલા લખનઉમાં પણ તેમણે મહિલા ઓના સ્વાસ્થ્ય, માસિક ધર્મ, ગર્ભા વસ્થા અને બાળ લગ્ન રોકવા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. એક દિવસ પહેલા તેમણે વિદ્યાર્થીઓને લગ્ન પહેલા આત્મનિર્ભર બનવાની સલાહ પણ આપી હતી.
