મોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયા

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સરકારી નાણાંના ગેરવહીવટ મામલે જિલ્લા પંચાયત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને સક્ષમ…

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સરકારી નાણાંના ગેરવહીવટ મામલે જિલ્લા પંચાયત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વિના નિયમો વિરૂૂદ્ધ લાખો રૂૂપિયાનું દાન આપવા બદલ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-57(1) હેઠળ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ મોવિયા ગામના અરજદારો વાઘજીભાઈ પડારીયા અને શૈલેશભાઈ ઠુંમર દ્વારા સરપંચ વિરૂૂદ્ધ નાણાકીય ગેરવહીવટ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ગૌસેવા પાંજરાપોળને સહાયના નામે સરપંચ કંચનબેન ખૂંટ દ્વારા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ’ગુજરાત પાટીદાર ગૌ સેવા જીવદયા પાંજરાપોળ’ને કોઈ પણ વહીવટી પ્રક્રિયા કે પૂર્વ મંજૂરી વિના સીધેસીધું ₹ 12,50,000/- નું દાન આપી દેવાયું હતું. આ ઉપરાંત, ખાનગી બ્લડ બેંકને દાન આપવાના કિસ્સામાં વર્ષ 2023 અને 2024 દરમિયાન રાજકોટની ’નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની ખાનગી બ્લડ બેંકને પણ નિયમોનું ઉલ્લંઘન કરીને બે અલગ-અલગ વાઉચરથી કુલ ₹2,00,000/- નું દાન આપવામાં આવ્યું હોવાનું રેકોર્ડ ચકાસણીમાં ખૂલ્યું હતું.
જિલ્લા પંચાયત સમક્ષ યોજાયેલી રૂૂબરૂૂ સુનાવણીમાં મહિલા સરપંચે લેખિત અને મૌખિક દલીલો કરી હતી કે આ રકમ દાન તરીકે નહીં પરંતુ રખડતા પશુઓના કલ્યાણ અને જાહેર હિત માટે સહાય પેટે આપવામાં આવી છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિને સસ્પેન્ડ કરવાથી જાહેર જીવન નષ્ટ થઈ જાય છે તેવી દલીલ પણ કરવામાં આવી હતી.

અગાઉ સરપંચ સામે ગામતળની જમીન પરથી દબાણ દૂર ન કરવા અંગે પણ કલેક્ટર કક્ષાએથી આક્ષેપો થયા હતા. પરંતુ સુનાવણી દરમિયાન સરપંચે દબાણ હટાવીને પંચરોજકામ રજૂ કરતાં દબાણ અંગેનો મુદ્દો શાંત પડ્યો હતો. તેમ છતાં, ₹14.50 લાખના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારના ગંભીર આક્ષેપો સાબિત થતાં આખરે ઉઉઘ એ તેમને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *