સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આતંક મચાવનાર કડીયા સાંસી ગેંગના સભ્યની ધરપકડ

બેંકની આસપાસ રેકી કરી ચોરી અને લૂંટ કરી ટોળકીના સભ્યની પૂછપરછમાં વધુ ભેદ ખુલશે રાજકોટ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કેશોદમાં થયેલી રૂા. 1.70 લાખની…

બેંકની આસપાસ રેકી કરી ચોરી અને લૂંટ કરી ટોળકીના સભ્યની પૂછપરછમાં વધુ ભેદ ખુલશે

રાજકોટ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કેશોદમાં થયેલી રૂા. 1.70 લાખની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. જેતપુર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મધ્યપ્રદેશની કુખ્યાત ’કડીયા સાંસી’ ગેંગના એક સાગરીતને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આંતક મચાવનાર ’કડીયા સાંસી’ ગેંગના સભ્યની પુછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલશે.

કેશોદ ટાઉન વિસ્તારમાં બપોરે 11:45 વાગ્યે બલભદ્રસિંહ રાયઝાદા નામના વ્યક્તિની મોટરસાયકલના થેલામાંથી બે અજાણ્યા શખ્સો રૂા. 1,70,000/- ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. નેત્રમ (CCTV) અને જૂનાગઢ પોલીસની બાતમી મુજબ આ તસ્કરો જેતપુર તરફ આવી રહ્યા હોવાનું જણાયું હતું. જેતપુર વિભાગના ડીવાયએસપી આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એલ. આહીર અને સર્વેલન્સ સ્ટાફે હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને આરોપીઓએ હાઈવે છોડી ગામડાના રસ્તાઓ પર ભાગવાનું શરૂૂ કર્યું હતું. જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે આરોપીઓ મોટરસાયકલ મૂકી વાડી વિસ્તારમાં નાસી ગયા હતા. જોકે, જેતપુર અને કેશોદ પોલીસની ટીમોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઓપરેશનમાં હિમાંશુ ઉર્ફે લાલુ કુમેરસિંહ છાયલ (રહે. રાજગઢ, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બોબી દિનેશ સાંસી નામનો આરોપી ભાગી છૂટ્યો હતો.

પોલીસે ચોરી થયેલી રોકડ રકમ રૂૂ. 1,70,000 તેમજ હોન્ડા સાઈન મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહીત કુલ રૂા. 2,47,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી મધ્યપ્રદેશની કુખ્યાત ’કડીયા સાંસી’ ગેંગનો સભ્ય છે. આ ગેંગના સભ્યો બેંકોની આસપાસ રેકી કરે છે અને જે વ્યક્તિઓ થેલા કે પર્સમાં મોટી રકમ લઈ જતા હોય તેમને ટાર્ગેટ કરી નજર ચૂકવી ચોરી કરે છે. ચોરી કર્યા બાદ તેઓ તુરંત પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી જાય છે. આ આરોપી અગાઉ અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકમાં પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. હાલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાસી છૂટેલા બીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લીપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી જેતપુર તાલુકાના પી.આઈ એમ.એલ.આહિર તથા પીએસઆઈ બી.ડી.ઝાલા એ.એસ.આઇ ભુરાભાઇ માલીવાડ તથા વિપુલભાઇ મારૂૂ, અજીતભાઇ ગંભીર , મનેશભાઇ જોગરાદિયા, પ્રદ્યુમનસિંહ વાઘેલા , ઝવેરભાઇ સારલા તથા મહેશભાઇ સાપરાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *