મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ

રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી…

રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી ની સમસ્યાથી પીડાતા હતા. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેઓએ રાજકોટના અનુભવી ઈએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો હતો.

ડો. ઠક્કરે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કર્યું, જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહી થી ઘેરાયેલી હતી. આને એક્ટોપિક ટૂથ તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિ દુર્લભ સ્થિતિ છે, જેની ઘટનાઓ માત્ર 0.1% થી 1% કેસમાં થાય છે અને સાહિત્ય અનુસાર વિશ્વભરમાં 50 થી પણ ઓછા કેસ નોંધાયેલા છે.એક્ટોપિક ટૂથ થવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ મેડિકલ સાહિત્ય મુજબ તે જન્મ જાત, જીનેટીક,ડેવલોપમેન્ટ ડિફેકટ, વિગેરે કારણો થી થઈ શકે છે.

ડો. ઠક્કરે દર્દીને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવી રચના.જેને વિશક્ષજ્ઞહશવિં કહેવાય છે તે બહાર કાઢવામાં આવી, જેમાં દાંત સમાયેલું હતું. આ દાંત જમણા નાકના અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ) માંથી ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફો વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.ડો હિમાંશુ ઠક્કર ના જણાવ્યા મુજબ શરદી અને સાઇનસ ના રોગો ને અવગણવા ના જોઈએ અને તકલીફ જણાય તો નિષ્ણાંત તબીબ ની સલાહ લેવી જોઈએ. હવે મીનાક્ષી બેન સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમનું માથાનું દુખવું દૂર થઈ ગયું છે અને તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *