બાકીદારો પર તૂટી પડતી વેરા શાખા, વધુ ત્રણ મિલકત સીલ, બે ને ટાંચની નોટિસ આપી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકીદારો પર તવાઇ બોલાવવામા આવી હતી જેમા આજે વધુ અગીયાર મિલકત સીલ મારવામા આવી છે અને બે આસામીને જપ્તીની…

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકીદારો પર તવાઇ બોલાવવામા આવી હતી જેમા આજે વધુ અગીયાર મિલકત સીલ મારવામા આવી છે અને બે આસામીને જપ્તીની નોટીસ ફટકારાઇ છે જયારે બે બાકીદારોના નળ કનેકશન કાપી નખાયા છે ઉપરાંત રૂ. 34.18 લાખની રીકવરી કરવામા આવી છે.

મનપાની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં 1 માં 150 ફૂટ રોડ પર આવેલ બે યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રૂ. 1. પ1 લાખની રીકવરી કરાઇ હતી. ગાંધીગ્રામ માં 1 , માતૃછાયા કોમ્પ્લેક્ષમાં 1-યુનીટને સીલ મારેલ , આર.કે .વર્લ્ડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં 10ના નોટિસ સામે રૂૂ.1.12 લાખ રિકવર કર્યા હતા. વોર્ડ નં ર માં રૈયા રોડ પર આવેલ 1-યુનીટને સીલ મારેલ, વોર્ડ નં-5 મા કુરજીવેકરીયા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રૂૂ.93,713/- અને અર્યાનગરમાં 1-નળ કનેક્શન કપાત સામે રૂૂ.25,000/- ની રિવકરી કરી હતી. વોર્ડ નં-10 મા નિર્મલા રોડ પર આવેલ 1-યુનીટનાં બાકી માગણા સામે સીલ ની કાર્યવાહી કરી રિકવરી રૂૂ.1.03 લાખ , વોર્ડ નં-15 મા કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.96,106/- ની કરી હતી. વોર્ડ નં-14 મા માસ્ટર સોસાઇટીમાં 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.3.69 લાખ, વોર્ડ નં-15 મા આઈએ ઓદ્યોગિક વિસ્તારમાં 1- યુનીટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.9.10 લાખનો ામભ ચેક આપેલ. ઉપરાંત . વોર્ડ નં-18 મા ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.50,000/-, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલ કરી રૂૂ.1.06 લાખ , શ્રદ્ધા સોસાઈટીમાં 1-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.1.03 લાખ, ઢેબર રોડ પર આવેલ 1- યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.58,000/, ઢેબર રોડ પર આવેલ 1- યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.50,000/- અને કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરી રિકવરી રૂૂ.58,160/- ની કરવામા આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *