ગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુ

  શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનુ મોત નીપજ્યુ છે. 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા મહિલાનુ ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા મોત…

 

શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનુ મોત નીપજ્યુ છે. 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા મહિલાનુ ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા મોત નીપજ્યુ છે.જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે ઇગલ રેસીડેન્સીમાં રહેતા દિયાબેન વિલ્પેસભાઇ મહેતા (ઉ.વ.48) નામના મહિલા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યું છે. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દિયાબેનને સંતાનમાં બે પુત્ર છે. તથા મવડી રોડ પર સાડીની દુકાન ચલાવતા હતા હાર્ટએટેકથી મોત થયાનુ તબીબોએ જણાવ્યુ હતુ.

આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં ગોંડલરોડ પર આવેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા હંસાબેન કિશોરભાઇ ધામેચા નામના 70વર્ષના વૃદ્ધને હાર્ટએટેક આવતા તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયા તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ વૃદ્ધાની આંખ અને તેની સ્કીનનુ ડોનેટ કરવામાં આવ્યુ હતુ.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *