બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી) અને પાટડીયા પરિવારના પાંચ સભ્યો સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, હનુભાઈ ખાચરે ઓક્ટોબર 2025માં અખબારમાં નોટિસ આપી હતી કે ગોવિંદપાર્ક સ્થિત પ્લોટ નં. 1 અને મકાન પર કોઈનો હક-હિત નથી. આ નોટિસ પર ભરોસો રાખી હિનાબેને મકાન અને બાજુનો પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ દસ્તાવેજ સમયે અને ત્યારબાદ ટુકડે-ટુકડે પોતાના ઘરેણાં વેચીને કુલ રૂૂ. 2.05 કરોડ હનુભાઈને ચૂકવી દીધા હતા. ત્યારબાદ નવેમ્બર અંતમાં ફરિયાદી મકાનમાં રહેવા ગયા હતા. જોકે, 16 ડિસેમ્બર 2025ના રોજ ઇંઉઋઈ બેંકના રિકવરી સ્ટાફે ઘરે આવીને જણાવ્યું હતું કે આ મકાન પર અગાઉથી જ રૂૂ. 90 લાખની લોન લેવાયેલી છે, જે વ્યાજ સાથે આશરે રૂૂ. 97 લાખ જેટલી થાય છે.
આ ઘટનામાં હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી, જી. સુરેન્દ્રનગર) મુખ્ય આરોપી (વચેટિયો) .સુનીલભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) મૂળ માલિક/પ્રોપરાઈટર .કલ્પેશભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .હંસાબેન કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .અરૂૂણાબેન સુનીલભાઈ પાટડીયા (રહે. બોટાદ) .કનૈયાલાલ લાલજીભાઈ પાટડીયા (રહે. બોટાદ) નોંધ: આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી મહિલાને મકાન પરની લોન બાબતે અંધારામાં રાખી, વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.
