ઉના તાલુકાના ચાંચકવડ ગામે 4.47 લાખના ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડ

ગુજરાતમાં નશાના કારોબાર અને માદક પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના…

ગુજરાતમાં નશાના કારોબાર અને માદક પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ધાર્મિક સ્થળની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરીને ટાસ્ક ફોર્સે એક મહિલા આરોપીને ઝડપી પાડી રૂૂ.4.47 લાખનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક લોકેશ યાદવની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અસરકારક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ દરમિયાન એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ જુનાગઢ વિંગ, રાજકોટ ઝોનના પી.આઈ આર.જી. બારોટના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશ્વીનભાઈ બાબુભાઈને એક સચોટ અને ચોક્કસ બાતમી મળી હતી કે ઉનાથી ચાંચકવડ જવાના રોડ પર આવેલા જોડીયા હનુમાન મંદિરની સામેના કમ્પાઉન્ડમાં પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે.

બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ની ટીમે દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 8 કિલો 833 ગ્રામ ગાંજાના છોડ તેમજ 2 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 4,47,150 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ મહિલા આરોપી ગંગાદાસજી અવધેસદાસજી (ઉંવ 38), જેઓ જોડીયા હનુમાન મંદિર, ઉના ખાતે રહે છે, તેમની ઘટનાસ્થળેથી જ ધોરણસર અટકાયત કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પકડાયેલ મહિલા આરોપી વિરૂૂદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનને પાર પાડવામાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સના પી.આઈ આર.જી. બારોટ, પીએસઆઈ આર.બી. દેવમુરારી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ બાબુભાઈ, સિધ્ધરાજસિંહ મનુભા, લાખણશીભાઇ ભુતીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ડાયાભાઈ અને નિલેશકુમાર નાનાભાઈ સહિતના સ્ટાફે પ્રશંસનીય અને સચોટ કામગીરી બજાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *