મોરબીના બેલા નજીક ટ્રક અડફેટે બાઈકચાલક બાદ યુવકનું મોત

માળિયા મિયાણાના હરિપર પાસે દવા લઈને પરત ફરતાં બે યુવકને નડયો અકસ્માત મોરબીના બેલા ગામની સીમમાં ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો…

માળિયા મિયાણાના હરિપર પાસે દવા લઈને પરત ફરતાં બે યુવકને નડયો અકસ્માત

મોરબીના બેલા ગામની સીમમાં ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બાઈક સવાર યુવકે સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતાં કરણભાઈ કાંતિભાઈ સોલંકીએ ટ્રકના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદના મિત્ર રાજુભાઈ દિલીપભાઈ અઝનારે (ઉ.28) અને શિવરામભાઈ રાધેશ્યામભાઈ વાસ્કેલ (ઉ.25) બાઈક લઈને રંગપર બેલા ગામથી ખોખરા હનુમાન રોડ પર ભરતનગર તરફ જઈ રહ્યા હતાં ત્યારે પોલો સર્કલ પાસે ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. જે અકસ્માતમાં બાઈક ચાલક રાજુભાઈ અઝનારેને ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે શિવરામભાઈ વાસ્કેલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં રહેતાં જયેશભાઈ દલસિંગભાઈ ગોહિલ (ઉ.30) અને રાજેશભાઈ ચરણીયા (ઉ.20) બાઈક લઈ હોસ્પિટલેથી દવા લઈ પરત ફરી રહ્યા હતાં ત્યારે માળીયા મીયાણાના હરિપર પાસે બન્ને યુવકને અકસ્માત નડયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *