Connect with us

ગુજરાત

બે કેસ આવતા લાલપરી અને સોહમનગરનો બે-બે કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર

Published

on

પાંચ વર્ષની બાળકી અને વૃદ્ધાનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા કલેક્ટરે નવ નવેમ્બર સુધીના પ્રતિબંધાત્મક આદેશ ર્ક્યા

રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ કોલેરાએ હાહાકર મચાવવાનું શરૂ કરયું છે. અત્યાર સુધીમાં કોલેરાના સાત કેસ નોંધાયા બાદ સોમવારે લાલપરીમાં પાંચ બાળકી તેમજ મોરબી રોડ પર વૃદ્ધાને કોલેરા થતા આરોગ્ય વિભાગ દ્વારા આ બન્ને વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવે પરંતુ કલેક્ટર રજા ઉપર હોવાથી આજે રાજકોટ આવી સોહમનગર અને લાલપરીના બે-બે કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી જાહેરનામું બહાર પડાવવામાં આવ્યું છે.


રાજકોટ શહેરમાં ગત સોમવારે એક વૃદ્ધા અને બાળકીને કોલેરા થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મોરબીરોડ ઉપર સોહમનગર વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક વૃદ્ધાને કોલેરા થતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આજે આ બન્ને વિસ્તારોના બે-બે કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી તા.9 નંવેમ્બર સુધી પ્રતિબંધાત્મક હુકમ જારી ર્ક્યા છે. શહેરમાં આજ સુધીમાં સાત કેસ નોંધાયતા જેમાં વધુ બેનો ઉમેરો થતા અત્યાર સુધીમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે. આથી કલેકટરે વધુ બે વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આ વિસ્તારમાં શેરડીના ચીચોડા, ફળોના ટુકડા કરી વેંચાણ કરવું, બરફ અને બરફની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરવામી કોલેરા નિયત્રણ અધિકારી તરીકે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી આવેલા કોલેરાના કેસોમાં વિસ્તારવાઇઝ લોહાનગર બે વર્ષ બાળક, લોહાનગર 1.5 વર્ષ બાળકી, અટલ સરોવર 22 વર્ષ પુરુષ, ખોડીયાર નગર 28 વર્ષ પુરુષ, લક્ષ્મીવાળી 38 વર્ષ મહિલા, કોટક શેરી 43 વર્ષ મહિલા, રામનગર 54 વર્ષ પુરુષ, લાલપરી 60 વર્ષ મહિલા અને સોહમનગર પાંચ વર્ષની બાળકી સહિતના નવ કેસ નોંધાયા છે.

ગુજરાત

સબ રજિસ્ટ્રાર કચેરીઓના તમામ ઓપરેટરોની બદલીના હુકમ

Published

on

By

ગુજરાતમાં જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણીમાં આચરતા કૌભાંડોમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓના ડેટા એન્ટ્રી ઓપરેટરો તેમજ સ્કેનિંગ ઓપરેટરોની પણ કેટલાક કિસ્સાઓમાં સંડોવણી બહાર આવતા રાજ્યના અધિક નોંધણી સર નિરિક્ષકે એક પરિપત્ર બહાર પાડી રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આઉટ સોર્શિંગથી કામ કરતા ડેટા એન્ટ્રી ઓપરેટરો તથા સ્કેનિંગ ઓપરેટરોની બદલી કરી વડી કચેરીને આજે સાંજ સુધીમાં જાણ કરવા હુકમ કરેલ છે.


પરિપત્રમાં જણાવ્યું છે કે, ઝોન-1 અને ઝોન-2 ખાતેની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આઉટસોર્સ મારફતે દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે ટેન્ડરની શરતો મુજબ જિલ્લા અને તાલુકાના તમામ કોમ્પ્યુટર ઓપરેટરની આંતરિક બદલી કરવાની જોગવાઇ છે. જે બાબતને ધ્યાને લઇ આ જોગવાઇઓનો અમલ કરવા અવાર-નવાર સબ રજિસ્ટ્રાર કચેરીઓને સુચનાઓ આપવામાં આવી છે. આમ છતાં, રાજ્યની કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓપરેટરોની બદલી નહીં કરીને તેઓને એક જ સ્થળે લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવતા હોવાનું વડી કચેરીના ધ્યાને આવેલ છે. આવા કારણોસર, ઓપરેટરોની સામે ગેરવર્તનરૂપ તથા ભ્રષ્ટ્રાચાર જેવી બાબતોની ફરિયાદો અને રજુઆતો થયા છે.


આ સ્થિતિમાં ટેન્ડરની શરતોને ધ્યાને લઇ ખાનગી પેઢીને જે તે જિલ્લાના મદદનીશ નોંધણી સર નિરિક્ષક સાથે પરામર્શ રહી તમામ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા સ્કેનિંગ ઓપરેટરની આજે સાંજ સુધીમાં બદલી કરી તેમજ બદલી ર્ક્યાના હુકમની નકલ ઇમેલ મારફત વડી કચેરીને મોકલી આપવા જણાવાયું છે.

Continue Reading

ગુજરાત

51 કિલો ગાંજા મામલે ભક્તિનગર પોલીસ સામે તપાસ

Published

on

By

નામચીન મહિલાના પતિ સામેની તપાસ ભક્તિનગર પોલીસ પાસેથી આંચકી ક્રાઈમ બ્રાંચને સોંપતા પોલીસ કમિશનર

રાજકોટ શહેરમાં નશાના રવાડે ચડતાં યુવા વર્ગને રોકવા માટે એસઓજીએ માદક પદાર્થોની બદીને નાબુદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી હોય જેને પગલે થોડા દિવસો પૂર્વે શહેરના જંગલેશ્ર્વરમાંથી રૂા.5.58 લાખની કિંમતના 51 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.


આ દરોડા બાદ તપાસ સ્થાનિક ભક્તિનગર પોલીસને સોંપાઈ હતી. નામચીન મહિલાના પતિનું નામ ખુલ્યા બાદ તેની ધરપકડ માટે તપાસ કરતી સ્થાનિક પોલીસ પાસેથી પોલીસ કમિશ્નરે આ તપાસ અચાનક આંચકી લઈ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે તેમજ આ દરોડા બાદ ભક્તિનગર પોલીસ સામે પણ ઈન્કવાયરીના આદેશ આપતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.


એસઓજીની ટીમે જંગલેશ્ર્વર શેરી નં.6માં હુસેની ડેરી વાળી શેરીમાં એક ઓરડીમાં દરોડો પાડી રૂા.5.58 લાખની કિંમતનો 51.860 કિલ્લો ગાંજો ઝડપી પાડયો હતો. આ દરોડામાં રફીક યુનુસ જુણેજા અને અસ્લમ ગડુ સૈયદની ધરપકડ કરી હતી.


આ જથ્થો નામચીન મહિલા બુટલેગર રમા સંધીના પતિ જાવેદનો હોવાનું ખુલ્યું હતું. ઓરડીમાં બેસીને 100,200,300 ગ્રામની પડીકી બનાવીને ગ્રાહકોની માંગ મુજબ ગાંજો સપ્લાય કરવામાં આવતો હતો.
આ દરોડા બાદ તપાસ ભક્તિનગર પોલીસને સોંપી હતી અને નામચીન રમાનો પતિ જાવેદ હજુ સુધી પોલીસને હાથ લાગ્યો ન હોય ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ આ અંગેની તપાસ ભક્તિનગર પોલીસ પાસેથી આંચકી લઈ ક્રાઈમ બ્રાંચને સોંપી છે. તેમજ આ મામલે એસઓજીના દરોડા બાદ સ્થાનિક પોલીસની ભુમિકા અંગે પણ અનેક સવાલો ઉભા થયા હોય ત્યારે ભક્તિનગર પોલીસ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


ગાંજાના કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ર્નો ઉભા થયા હોય ત્યારે પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે તપાસના આદેશ આપતાં હવે જવાબદારો સામે કાર્યવાહીના અણસાર દેખાઈ રહ્યાં છે. ગાંજા કેસની તપાસ ક્રાઈમ બ્રાંચના પીઆઈ મનોજ ડામોર અને તેમની ટીમને સોંપવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

સાગઠિયા ઈફેક્ટ: 4 માસમાં બાંધકામના 210 પ્લાન નામંજૂર

Published

on

By

પાર્કિંગ, FSI સહિતના મુદ્દે ટીપી વિભાગે ધડાધડ પ્લાન રદ કરી નાખતા દેકારો

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની બોલબાલા કાયમી રહી છે. પરંતુ અગ્નિકાંડ બાદ ટીપીઓ તેમજ અન્ય અધિકારીઓની ધરપકડ થતાં અને નવા મ્યુનિસિપલ કમિશનરે ટાઉન પ્લાનીંગ વિભાગમાં સાફસફાઈ કરી દેતા હાલ મનપાના ટીપી વિભાગમાં ખોટુ કામ કરતા સૌકોઈ અચકાઈ રહ્યા હોય તેમ છેલ્લા 4 માસમાં અલગ અલગ વાંધાઓ વાળા 210 બાંધકામ પ્લાન નામંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર માસ દરમિયાન ટીપી શાખામાં 1448 બાંધકામ પ્લાન ઈન્વર્ડ થયેલ હતાં જેમાંથી 808 પ્લાન મંજુર કરવામાં આવ્યા છે. અને હાલ 434પ્લાનની મંજુરી આપવાની બાકી છે. તેમ જાણવા મળેલ છે.


મહાનગરપાલિકામાં મે માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં નાના મોટા અલગ અલગ બાંધકામોના 1448 પ્લાન ઈનવર્ડ થયા હતાં જેની ચકાસણી કરવામાં આવતા પાર્કિંગ તેમજ એફએસઆઈ અને અન્ય કારણોસર 210 પ્લાન ના મંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર માસ દરમિયાન ત્રણેય ઝોનમાંથી 808 પ્લાન મંજુર થયા છે. જ્યારે 434 પ્લાનની ચકાસણી બાકી હોય મંજુરીની પ્રક્રિયામાં હોવાનું ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે. શહેરમાં ઈસ્ટ અને વેસ્ટઝોનમાં ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. જેમાં સુચિત જગ્યામાં થતાં બાંધકામોની વિગત મહાનગરપાલિકા પાસે આવતી નથી.

પરંતુ કાયદેસર જમીન ઉપર થતાં બાંધકામના પ્લાન મનપાના ઈનવર્ટ કરવામાં આવતા હોય છે. પહેલા ટાઉનપ્લાનીંગ વિભાગમાં પૈસાના જોરે ગમે તેવા કામ થઈ જતાં હતા.ં તેવું સૌકોઈ કહેતા હતા પરંતુ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનીંગ વિભાગના અધિકારીઓ ઉપર પસ્તાર પડતા તેમજ કમિશનરે ટીપી વિભાગમાં અધિકારીઓની બદલી કરી જવાબદારી સીટી ઈજનેરને સોંપતા અને ટીપી અધિકારીઓની ધરપકડનો બોધપાઠલઈ શાનમાં સમજી ગયેલા અધિકારીઓ પણ હવે બાંધકામ પ્લાનમાં છુટછાટ આપવા માંગતા નથી. જેના લીધે ફક્ત ચાર માસમાં જ 210 બાંધકામ પ્લાન ના મંજુર થયા છે. તેવી જ રીતે હાલમાં મંજુરીની પ્રક્રિયામાં રહેલા 434 પૈકી અનેક પ્લાન પણ નામંજુર થવાની શક્યતા જોવાઈ રહી છે.

નોટિસ અપાઈ 207 પરંતુ ડિમોલિશન 108નું જ થયું
ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાધકામો તોડી પાડવા માટે પ્રથમ 260/1 અને સંતોષકારક જવાબ રજૂ ન થાય ત્યારે 260/2 ની નોટીસ આપી ડીમોલેશન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત છેલ્લા પાંચ માસ દરમિયાન 2559 બાંધકામોની 260/1ની નોટીસ આપવામાં આવેલ જેનો સંતોષકારક જવાબ આવ્યા બાદ બાકી રહેતા 207 આસામીઓને 260/2ની નોટીસ આપવામાં આવેલ અને આ નોટીસની સમય મર્યાદા સાત દિવસની હોય છે. ત્યાર બાદ મહાનગરપાલિકા આ પ્રકારના બાંધકામોનું ડિમોલેશન કરે છે છતાં 207 નોટીસો આપ્યા બાદ પણ આજ સુધીમાં 108 દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જેના લીધે 99 ગેરકાયદેસર બાંધકામો કોઈ પણ કારણોસર બચી ગયા હોવાનું જાણવા મળેલ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય2 hours ago

દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટમાં ફેને સ્ટેજ પર ફેંક્યો ફોન, સિંગરે કર્યું આવું રિએક્શન, જુઓ VIDEO

રાષ્ટ્રીય3 hours ago

‘પોન્નિયન સેલવાન’ ફેમ જયમ રવિએ ગાયક કેનિશા સાથેના અફેરની અફવાઓ પર તોડ્યું મૌન, કહ્યું- ‘જીવો અને જીવવા દો..’

રાષ્ટ્રીય3 hours ago

આતિશી બન્યા દિલ્હીના નવાં મુખ્યમંત્રી, આ ધારાસભ્યોએ પણ લીધાં શપથ

ગુજરાત4 hours ago

સબ રજિસ્ટ્રાર કચેરીઓના તમામ ઓપરેટરોની બદલીના હુકમ

ગુજરાત4 hours ago

51 કિલો ગાંજા મામલે ભક્તિનગર પોલીસ સામે તપાસ

ગુજરાત4 hours ago

સાગઠિયા ઈફેક્ટ: 4 માસમાં બાંધકામના 210 પ્લાન નામંજૂર

ગુજરાત4 hours ago

રાજકોટ-પોરબંદર-અમદાવાદની શાળામાં અભ્યાસ કરતી તેજસ્વી છાત્રાઓ માટે રેડિયન્સ સ્કોલરશિપનો પ્રારંભ

રાષ્ટ્રીય4 hours ago

અરૂણાચલ-સિક્કિમ-આસામ-તેલંગણાની મહિલાઓ દારૂ પીવામાં મોખરે

આંતરરાષ્ટ્રીય4 hours ago

બાંગ્લાદેશના પૂર્વ PM હસીનાના નજીકના મંત્રીની વિદેશમાં અબજોની સંપતિ

રાષ્ટ્રીય4 hours ago

મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, અશોક ચવ્હાણના ત્રણ સગા કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત1 day ago

તરણેતરનાં લોકમેળામાં સંસ્કૃતિ ભૂલાઈ!!! મહિલા ડાન્સરોએ હિન્દી ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો

રાષ્ટ્રીય1 day ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

ગુજરાત1 day ago

ગુજરાતમાં ફરી મેઘો મંડાશે..આ જીલ્લામાં યેલો અલર્ટ સાથે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સ 83600ને પાર

આંતરરાષ્ટ્રીય1 day ago

ખાડી દેશો સામે એકલા હાથે લડનાર ઈઝરાયેલ હમાસ સામે ઝૂક્યું, યુદ્ધ ખતમ કરવાનો આપ્યો સંદેશો

ગુજરાત1 day ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.Dના પ્રવેશ માટે આ વર્ષે NETની પરીક્ષા નહીં લેવાય

આંતરરાષ્ટ્રીય1 day ago

ભારતથી યુક્રેન હથિયાર મોકલાયાનો રિપોર્ટ કાલ્પનિક

ગુજરાત1 day ago

સરસ્વતીનગરમાં એન્જિનિયરનો જંતુનાશક દવા પી લઈ આપઘાત

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં બંબાટ તેજી, સેન્સેક્સ 84,500ને પાર

રાષ્ટ્રીય1 day ago

તિરુપતિ લાડુનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, જાણો સમગ્ર મામલો

Trending