જામનગર રાજકોટ માર્ગે ઘૂંવાવ ગામ નજીક ગઈ રાત્રે ઊંઘી રહેલા વૃદ્ધ માથે અજાણ્યા વાહન ચાલક એ પોતાનું વાહન વૃદ્ધ માથે ફેરવી દેતા ગંભીર ઇજા પામનાર વૃદ્ધ નું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર થી સાતેક કિલોમીટર દૂર આવેલા ધુવાવ ગામ માં રહેતા ઓસમાણભાઈ અલીભાઈ મોગલ (65) ગત રાત્રે ગામ ના માર્ગે એક દુકાન ના ઓટલા પાસે ઊંઘ માણી રહ્યા હતા. ત્યારે પૂરપાટ વેગે આવેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન ઓસમાણભાઈ ઉપર ચઢાવી દીધું હતું. જેમાં ગંભીર થવાથી ઓસમાણભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા ત્યાં તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કરાયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહમદ હુસેન ઓસમાણભાઈ મોગલ એ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ સબ ઇન્સ.એ આર પરમાર ચલાવી રહ્યા છે.
દારૂ ઝડપાયો
જામનગર નજીક દરેડ તેમજ ખીજડીયા બાયપાસ વિસ્તારમાં પોલીસે ઇંગ્લિશ દારૂૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે આરોપીઓની અટકાયત કરી લઈ એક કાર અને ઇંગ્લિશ દારૂૂનો જથ્થો કબજે કર્યો છે. જયારે અન્ય એક આરોપીને ફરારી જાહેર કરાયો છે.
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે પોલીસે વોચ ગોઠવી પારસ રમેશભાઈ ગોસ્વામી નામના એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી 63 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી અને કાર મોબાઈલ ફોન સહિત 1,61,000 ની માલમતા કબજે કરી લીધી છે.
ઈંગ્લીશ દારૂૂ અંગેનો બીજો દરોડો દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા જગદીશભાઈ વાઘેલા નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી 190 નંગ ઇંગ્લિશ દારૂૂની નાની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. તેને ઉપરોક્ત દારૂૂ જામનગર ના ખુશાલભાઈ ભઈલાભાઈ વાઘેલાએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
