જામ જોધપુરમાં ખાનગી પવનચકી નાકામો પુરજોશમાં ચાલી રહ્યા છે ગૌચર સહિત અનેક જગ્યામાં ખાનગી કંપની દ્વારા દબાણો થાય છે પણ તંત્ર જાણે કંપની સાથે વેચાઈ ગયુ હોય તેમ રજુઆત બેરા કાને અથડાય છે ત્યારે જે ચુંટાયેલ પ્રજાના પ્રતિનિધી ખાનગી પવનચકી જે ગૌચર ના દબાણનોનો વિરોધ કરતા હતા અને પ્રજાના પ્રતિનિધી ને વિશ્વાસમાં લીધા નથી તેવું જણાવતા હતા તેમના મળતીયાને કામો આપી દેતા આ બધી રજુઆતો બંધ થઇ ગઇ છે.
જો કે મોટા ગજાના નેતાઓના ખાસ માણસોનેજ પવનચકીના કોન્ટ્રાક્ટ મળતા બીજા કાર્યકરો રીસાઈ ગયા હોય રાજકીય પક્ષોમાં આને કારણે ભંગાણ સર્જાશે પવન ચકીના કરોડોના કોન્ટ્રાક્ટ ના કામમાં સતાધારી અને વિરોધ પક્ષ બને એકામોની ભાગ બટાઇ કરી ઇલુ ઇલુ કરતા સામાન્ય પ્રજાએ શું સમજવું તે ચર્ચાનો વિષય બની ગયો છે.
