કોલકી ગામે કોઝવે કાગળ ઉપર ફરી બનાવ્યો, કટકટાવવાનું કારસ્તાન

સરપંચ સહિતનાઓ દ્વારા રાજકીય બળ વાપરીને તપાસ અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યાનો ઉપસરપંચનો આક્ષેપ ઉપલેટાના કોલકી ગામે જિલ્લા પંચાયત દ્વારા એક વખત બનાવવામાં આવેલ એક…

સરપંચ સહિતનાઓ દ્વારા રાજકીય બળ વાપરીને તપાસ અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યાનો ઉપસરપંચનો આક્ષેપ

ઉપલેટાના કોલકી ગામે જિલ્લા પંચાયત દ્વારા એક વખત બનાવવામાં આવેલ એક કોઝવેને ગ્રામ પંચાયત દ્વારા ફરી વખત બનાવેલો હોવાનું બતાવીને ગ્રામ પંચાયત દ્વારા પૈસાની ઉચાપત કરાતા ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આ મામલે થયેલી ફરિયાદમાં તંત્ર દ્વારા કોઇ તપાસ કે કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો માહિતી અધિકારના કાયદા અંતર્ગત મળેલા દસ્તાવેજોમાં ફરિયાદીઓ અને અરજદારોને ખ્યાલ આવતા ભ્રષ્ટાચારમાં તપાસ કરનાર તંત્ર પણ સામેલ હોવાનું અને રાજકીય બળ વાપરીને તપાસ અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યો હોવાનો ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ઉપલેટા તાલુકાના કોલકી ગામે ખેતર તરફ જવાના રસ્તા પર થોડા વર્ષો પહેલા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા અંદાજિત સાત લાખ ઉપરાંતની રકમનો ખર્ચ કરીને એક કોઝવે બનાવવામાં આવેલો હતો જેમાં આ કોઝવે બન્યાના બે વર્ષ બાદ કોલકી ગ્રામ પંચાયતમાંથી આ કોઝવે બનાવવામાં આવેલા હોવાના બિલો તેમજ કામો રજૂ રાખીને કોલકી ગ્રામ પંચાયત દ્વારા રકમ ઉઠાવી લીધી હોવાના આક્ષેપો અને આધાર પુરાવાઓ સાથે ગત દિવસોમાં ઉપસરપંચ અને અન્ય સદસ્ય દ્વારા વિવિધ વિભાગ અને કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આ મામલે જે તે સમયે પાયા વિહોણી વાત હોવાનું સરપંચ સહિતનાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ આ અંગે જે તે સમય દરમિયાન ઉપસરપંચ સહિતનાઓ દ્વારા આ કોઝવે અંગેની માહિતીઓ માહિતી અધિકાર અંતર્ગતના કાયદા હેઠળ માંગવામાં આવતા એક કોઝવે અલગ અલગ દિશાઓમાંથી બતાવી બે વખત બનેલો હોવાનો થયો હતો.

ભ્રષ્ટાચાર અને ગોલમાલ તેમજ ગેરીતી બાબતે ફરિયાદીઓ દ્વારા સંબંધિત વિભાગ અને કચેરીઓને આધાર પુરાવાઓ સાથે લેખિતમાં ફરિયાદ અને પુરાવાઓ રજૂ કર્યા હતા જે બાદ પુરાવાઓ રજૂ કર્યા ના ત્રણ મહિના ઉપરાંત સમયે છતાં પણ ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને લેખિત આધાર પુરાવાઓ અંગેની કોઈપણ જવાબ પ્રત્યુતર કે કાર્યવાહી અને તપાસ ન કરવામાં આવતા ફરિયાદીઓ દ્વારા તેમની કરવામાં આવેલી આધાર પુરાવાઓ સાથેની ફરિયાદ અંગેની માહિતીઓ માંગતા જિલ્લા પંચાયતમાંથી તપાસના આદેશ તો છૂટ્યા છે પરંતુ તપાસ અધિકારી દ્વારા બબ્બે વખત નોટિસ અને અહેવાલો માંગ્યા હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવામાં આવ્યો હોવાનું માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે.

ફરિયાદીઓએ જણાવ્યું છે કે કોલકી ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા અગાઉ બની ચૂકેલા કોઝવેનું તેમના ભાઈના નામના બિલ ઉધારી રકમની ઉચાપત કરવામાં આવી છે જેમાં આ ભ્રષ્ટાચાર માટે તપાસ ન થઈ રહી હોવાના પણ કારણો સાથે તેમને આક્ષેપ કર્યા છે કે સરપંચ પોતે ભાજપના આગેવાન છે અને સાથે જ તેમના ભાઈના નામના બિલ ઉદારી કાઢેલ છે તો બીજી તરફ સરપંચના ધર્મપત્ની કોલકી ગામના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે અને હાલમાં ઉપલેટા તાલુકા પંચાયતના ભાજપ પક્ષના આગેવાન પણ છે અને સાથે જ ઉપલેટા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોવાથી પતિ પત્નીઓના રાજકીય દબાણ અને રાજકીય સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના ફરી એક વખત આક્ષેપ લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *