પતિ દારૂ પી હેરાન કરતા રિસામણે આવેલી પરિણીતાએ ફીનાઇલ પીધું

ગોંડલના શેમળા ગામે રહેતી પરિણીતાને પતિ દારૂ પી હેરાન કરતો હોવાથી 15 દિવસથી રાજકોટ માવતરના ઘરે રિસામણે આવી ગઇ હતી. જેણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ…

ગોંડલના શેમળા ગામે રહેતી પરિણીતાને પતિ દારૂ પી હેરાન કરતો હોવાથી 15 દિવસથી રાજકોટ માવતરના ઘરે રિસામણે આવી ગઇ હતી.

જેણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખેસડાઇ છે. જાણવા મળતી વિગત મુજબ ગોંડલના શેમળા ગામે રહેતી અને હાલ રાજકોટમાં કરણસિંહજી સ્કુલ પાસે માવતરે રહેતી શિતલ સંજયભાઇ મકવાણા (ઉ.વ.28) નામની પરિણીતાએ આજે સવારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે.

પ્રાથમિક તપાસમાં પતિ દારૂ પી મારકુટ કરતો હોવાથી તેણી 15 દિવસથી માવતરના ઘરે રિસામણે આવી ગઇ હતી. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *