ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ

ગોંડલનાં અગ્રણી વેપારીનાં પત્નિનું મુંબઈ પાલઘર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં જાણીતા વૈભવ…

ગોંડલનાં અગ્રણી વેપારીનાં પત્નિનું મુંબઈ પાલઘર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં જાણીતા વૈભવ ગૃપ વાળા કિરીટભાઈ વસંતભાઈ ગોહેલ તથા તેમના પત્નિ દક્ષાબેન ઉ.62 કૌટુંબિક ભાઇનાં લગ્નમાં તા.10નાં મુંબઈ ગયા હતાં.લગ્ન પ્રસંગ પુરો કરી બન્ને પતિ પત્નિ ગોંડલ આવવા ગત બપોરના સુમારે પાલઘર રેલ્વેસ્ટેશન થી ટ્રેનમાં ચડી રહ્યા હતા.ત્યારે દક્ષાબેન ડબ્બામાં ચડતી વેળા અકસ્માતે પ્લેટફોર્મ પર પડી જતા ટ્રેનની નીચે આવી જતા ગંભીર ઇજાઓ થઇ હતી.

તુરંત તેમને નજદીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.પણ સારવાર કારગત નહી નિવડતા તેમનું નિધન થયુ હતું.બનાવ ની જાણ ગોંડલ થતા તેમનો પરીવાર હતપ્રત બન્યો હતો.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવાં મળેલ હતું. સવારે તેમનાં મૃતદેહને મુંબઈથી ગોંડલ લઈ અવાયો હતો.અને દશ વાગ્યે નિકળેલી તેમની અંતિમ યાત્રામાં શહેરનાં વેપારીઓ, આગેવાનો સહિત લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *