રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો

દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…

દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે પાર્સલ બસમાંથી લઈને લોડીંગ રીક્ષામાં લઈને જતી વખતે પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂૂ, રીક્ષા સહીત 4.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલ પાર્સલના બોક્ષમાં ઈંગ્લીશ દારૂૂ મંગાવી તૌફીક મહેબુબ બુખારી રહે મોરબી ખાટકીવાસ વાળો લઇ જતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી લાતીપ્લોટ શેરી નં 06 ના નાકેથી લોડીંગ રીક્ષા જીજે 03 બીએક્શ 5810 કીમત રૂૂ 50,000 વાળી ઝડપી લીધી હતી. રીક્ષાની તલાશી લેતા દશમાંથી ત્રણ બોક્ષમાં બેટરીના પાણીની બોટલ નંગ 18 અને અન્ય સાત બોક્ષમાં દારૂૂની બોટલો મળી આવી હતી અલગ અલગ બ્રાન્ડની દારૂૂની 1248 બોટલ કીમત રૂૂ 4,05,600 મળી આવતા પોલીસે કુલ રૂૂ 4,57,400 નો મુદામાલ જપ્ત કરી આરોપી તૌફીક મહેબુબ બુખારીને ઝડપી લીધો છે અન્ય આરોપી સાહિલ હનીફ પરમાર રહે રાજકોટ વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *