પતિએ ધૂળેટીના કલર લેવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી ટીકડા ખાધા

રાજકોટ શહેરમાં મવડી ચોકડી પાસે આવેલા ધરમનગરમાં રહેતા પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમના પતિ સાથે ધુળેટી…

રાજકોટ શહેરમાં મવડી ચોકડી પાસે આવેલા ધરમનગરમાં રહેતા પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમના પતિ સાથે ધુળેટી ના કલર લેવા મામલે માથાકૂટ થયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું.

વધુ વિગતો મુજબ,ધરમનગરમાં રહેતા સંગીતાબેન રમેશભાઈ મેરીયા નામના 32 વર્ષના ઘઉંમાં નાખવાના તેમણે ઝેરી અસર થઈ હતી અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમના પતિ કલર કામ કરે છે અને તેમના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ધુળેટીના દિવસે કલર લેવા મામલે પતિ સાથે માથાકૂટ થયા બાદ તેમણે આ પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં લક્ષ્મી વાડી માં રહેતા મીતાબેન નામના 33 વર્ષના મહિલાઓ જીવજંતુ મારવાનો ઝેરી ચોક ખાઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમને સંતાનમાં બે દીકરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ત્રીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં સંજય દિનેશભાઈ પરમાર નામના બોટાદના યુવાને અહીં તેમના ભાઈ અતુલના ઘરે ફીનાઇલ પી લેતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *