વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈ

લોહાનગર અને ખેડાના ત્રણ શખ્સો ઝડપાયા : રૂા. 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત જુનાગઢમા રહેતાં 65 વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની 18મી તારીને…

લોહાનગર અને ખેડાના ત્રણ શખ્સો ઝડપાયા : રૂા. 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢમા રહેતાં 65 વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની 18મી તારીને રાજકોટ ભાઈની દિકરીના લગ્નમાં આવ્યા ત્યારબાદ 20મીએ પરત જવા રેપીડો એપ મારફ રિક્ષા બૂક કરાવી જીલ્લા ગાર્ડનથી પીડીએમ ચોક જવા નીકળ્યા ત્યારે રિક્ષાવાળાએ પીડીએમ ચોકને બદલે અટીકા ચોક ખાતે ઉતારી દેતાં ત્યાંથી તે બીજી રિક્ષામાં બેસતાં અગાઉથી જ પાછળની સીટમાં બાળક સાથે બેઠેલા પુરૂૂષ,સ્ત્રીએ ધક્કામુક્કી કરી ગળામાંથી પેન્ડન્ટ સાથેનો ચેઇન કાપી લઇ હાથમાંથી પાટલો સેરવી લીધો હતો. આ ચોરીનો ભેદ કાઈમ બ્રાંચે ઉકેલી લોહીનગરના બે અને ખેડાના એક મળી ત્રણ શખ્સને પકડી લીધા છે. આ રિક્ષાગેંગ પાસેથી દાગીના, રિક્ષા મળી રૂૂા. 4,82,000નો મુદ્દામાલ કબ્જે થયો છે.

પકડાયેલ આરોપીઓમાં કુલદિપ કિરીટભાઈ પરમાર (રહે. લોહાનગર, રાજકોટ), રાજેશ દયારામભાઇ પરમાર (રહે. હાલ લોહાનગર, મુળ પાલીતાણા) અને અશ્વિન દિલીપભાઈ મીઠાપરા (રહે. મહેમદબાદ, જિ. ખેડા) નો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી પોલીસે 2.20 લાખની કિંમતની સોનાની વર્ટિકલ માળા-ચેઈન 143 લાખની કિંમતનો સોનાનો ખોલવારો પાટલો, 44 હજારનું સોનાનું કલકત્તી પેન્ડલ, મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ જીજે-01-ડબ્લ્યુએ-8189 નંબરની ઓટો રિક્ષા મળી કુલ 4,82,000 રૂૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *