અહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યો

વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી…


વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી કેમ નીકળ્યો? તેમ કહી માર માર્યો હતો. તરુણને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈને પણ ઇજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા ધો.7ના છાત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા અને ધો.7માં અભ્યાસ કરતો મેરુ અજયભાઈ રીબડીયા નામનો 13 વર્ષનો તરુણ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ધરમનગર સોસાયટીમાં હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી માથાના ભાગે ઈંટ મારી દીધી હતી.

તરુણને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત મેરુ રીબડીયા ધો.7માં અભ્યાસ કરે છે અને સાયકલ લઈને દાદાના ઘરે જતો હતો. તે દરમિયાન ધરમનગર સોસાયટીમાંથી પસાર થતા અજાણ્યા શખ્સે તું અહીંથી કેમ નીકળ્યો? તેમ કહી માર માર્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈને પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *