લવ જેહાદ: વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં બાળકો અને મહિલાઓ અસુરક્ષિત હોય તેમ અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે વિધર્મી શખ્સો પણ સગીરા, યુવતીઓ અને મહિલાઓને…

રાજકોટ સહિત રાજ્યભરમાં બાળકો અને મહિલાઓ અસુરક્ષિત હોય તેમ અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે વિધર્મી શખ્સો પણ સગીરા, યુવતીઓ અને મહિલાઓને લાલચમાં નાખી હવસનો શિકાર બનાવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા વિધર્મી શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે પ્રેમ સંબંધની પરિવારને જાણતા પરિવાર પુત્રીને સલામતી માટે માણાવદર સંબંધીના ઘરે મૂકી આવ્યો હતો. તેમ છતાં વિધર્મી શખ્સે સગીરાનો સંપર્ક કરી અપરણ કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા સત્યમ પાર્કમાં રહેતા કોમલબેન ઉર્ફે પૂનમબેન ભરતભાઈ વદયા નામની મહિલાએ રાજકોટમાં રહેતા ઇલિયાસ નામના શખ્સ વિરુદ્ધ પોતાની 15 વર્ષની સગીર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યાની લવ જહાદના આક્ષેપ સાથે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.


કોમલબેન ઉર્ફે પુનમબેન વદયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે સંયુક્ત કુટુંબમાં રહે છે અને તેની 15 વર્ષની પુત્રી ઇલિયાસ સાથે ઘરેથી રાત્રીના સમયે ચાલી ગઈ હતી અને બીજા દિવસે સાંજે સગીરાએ પરિવારને ફોન કરી હું સોમનાથ છું કેમ કહેતા પરિવાર સોમનાથથી પુત્રીને લઈ આવ્યો હતો અને સગીરાએ પરિવારને જણાવ્યું હતું કે તેણીને ઇલિયાસ સાથે પ્રેમ સંબંધ છે અને તેની સાથે સોમનાથ ફરવા ગઈ હતી.સગીરાની વાત સાંભળી પરિવારે ઈલિયાસ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા સમજાવી હતી અને કોઈ પોલીસ ફરિયાદ કરીને હતી તે બાદ ઇલ્યાસ મુસ્લિમ યુવક હોવાથી જેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહી ઉંમર પૂરી થયા બાદ હિન્દુ યુવક સાથે લગ્ન કરી આપવાનું પરિવાર જણાવ્યું હતું અને પુત્રી પણ સમજી ગઈ હતી પરંતુ આરોપી ઇલીયાસ રાજકોટમાં જ રહેતો હોવાથી પુત્રીને હેરાન ન કરે અને તેના સંપર્કમાં ન આવે તેવી દહેશતે માતા-પિતા પુત્રીને સલામતી માટે માણાવદર રહેતા સંબંધીના ઘરે મૂકી આવ્યા હતા.

માણાવદર રહેતા સબંધીએ બે દિવસ પૂર્વે કોમલબેન ઉર્ફે પૂનમબેન વદયાના પરિવારને ફોન કરી તેમની 15 વર્ષની સગીરા બપોરના બારેક વાગ્યાના અરસામાં બેગ અને કપડાં લઈને ઘરેથી ચાલી ગઈ હોવાની જાણ કરી હતી જેથી પરિવારે સગીર પુત્રીનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો જેથી ઇલિયાસ નામનો લઈ ગયો હોવાની શંકાએ તેને કોલ કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો ન હતો. પુત્રીની શોધખોળ બાદ પણ ભાળ નહીં મળતા માણાવદર પોલીસ મથકમાં વિધર્મી શખ્સ ઈલિયાસ 15 વર્ષની સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો ફરિયાદ નોંધાવી લવ જહાદનો આક્ષેપ કર્યો છે. આક્ષેપ અને ફરિયાદના આધારે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *