‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી

રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી…

રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો

શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી અને જેઠાણીએ ‘તુ કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ તેમ કહી લાકડી વડે માર મારી આંગણીમાં બચકુ ભરી લીધુ હતું. પતિને દીયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા હોય જેનો ખાર રાખી દેરાણી-જેઠાણીએ માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયારોડ પર આલાપ ગ્રીનસિટી પાસે આવેલા રાધીકા પાર્ક બ્લોક નં.3માં રહેતા અને પડધરીના મોટારામ પર ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દીપ્તીબેન અશ્ર્વીનભાઇ ફાસરા (ઉ.વ.45)એ યુનિ. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેઠાણી સીતલ પ્રકાશભાઇ ફાસરા અને દેરાણી કાજલ નીલેશભાઇ ફાસરાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના દીયર અને જેઠ સાથે ભાગીદારીમાં હોટલનો ધંધો કરવા માંગતા હોય જેથી તેણીએ પતિને તમારા ભાઇઓ સાથે હોટલનો ધંધો કરવો નથી તેમ કહેવા છતા રૈયારોડ આલાપ ગ્રીનસિટી પાસે હોટલનું બાંધકામ ચાલુ હતુ દરમ્યાન કાલે સવારે તેણી ઘરે હતી ત્યારે દેરાણી અને જેઠાણીએ ઘરે આવી ‘તુ કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ તેમ કહી ગાળો આપી લાકડી વડે મારમાર્યો હતો અને દેરાણીએ વાળ ખેંચી આંગણીમાં બચકુ ભરી લીધુ હતું.

જેથી તેણી સ્કૂટર લઇ જયા હોટલ બને છે. ત્યા ગઇ હતી અને પતિને જણાવેલુ કે, તમારા અને દેરાણી કાજલ વચ્ચે અફેર હોવાથી આ લોકોએ આજે મને માર માર્યો છે. તેમ છતા પતિએ કોઇ જવાબ ન આપતા તેણીએ કાકાજી સસરાને ફોન કરી બાદમાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ હતી. જયા તેણીને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ અંગે યુનિ. પોલીસે શિક્ષિકાની ફરિયાદ પરથી દેરાણી-જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *