ગાંધીગ્રામ નજીક ગૌતમ નગરમાં રહેતા અને અગરબતીનો ધંધાર્થી વૃધ્ધને કંપનીમાં રોકાણમાં સારૂૂ વળતર આપવાની લાલચ આપી રૂૂ.6 લાખની શખસે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા માલવીયા નગર પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ,અગરબતીનો ધંધો કરતા અમીતભાઈ ગોરધનદાસ દવેએ સને.2022માં વર્તમાન પત્રમાં જાહેરાત જોઈ હતી જેમા અરિહંત ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીમાં રોકાણમાં વધુ વળતર મળશે અને ફોન નંબર પણ હોય જેથી તેને ફોન કરતા અભયભાઈ મહેન્દ્રભાઈ કામદાર હોવાનુ અને 150 ફુટ રોડ પર અમ્પીયલ હાઈટસમાં તેની ઓફીસે વાત કરવા આવવા માટે જણાવતા વૃધ્ધ તેની ઓફીસે ગયા હતા અને માસીક 3 ટકા વળતર આપવાની વાત કરી હતી. જેથી તેને એક લાખનું રોકાણ કરતા તેને ચેક પણ આપ્યો હોય અને માસીક ત્રણ હજાર રૂૂપીયા વળતર આવતા હોય વિશ્વાસ આવી જતા તેને કટકે કટકે વધુ પૈસાનું રોકાણ કરતા તેને માસીક 3 ટકા લેખે વળતર તેના બેંક ખાતામાં જમા થતુ હતુ.
બાદમાં છેલ્લા ત્રણેક માસથી બેંકમાં નાણા જમા નહી થતા તેને ફોન કર્યો હતો અને તમારા નાણા તમને મળી જશે તમે ચેકની કોઈ ફરીયાદ ન કરતા કહયુ હતુ પરંતુ પૈસા નહી આપી ફોન બંધ કરી દેતા તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો જેથી ફરીયાદ કરતા માલવીયા નગર પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં માલવયા નગર પોલીસ મથકના પી.એસ.આઇ કોઠીયા તપાસ ચલાવી રહ્યા છે.
