અમેરિકા-ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો, અનેક મોટા નેતાઓ-મુખ્ય ન્યાયમૂર્તિ સહિતનાઓને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો
ઇરાને વળતા 400 મિસાઇલ છોડી ઇઝરાયેલ ઉપર કર્યો વળતો પ્રહાર, યમનના હૂથી અને લેબેનોનના હિઝબુલ્લાહનો પણ ઇઝરાયેલ પર હુમલો
બહેરીન-અબુધાબી-કતાર-કુવૈત-યુએઇ-જોર્ડન અને સાઉદી અરબમાં ઇરાને અમેરિકન એરબેઝો ઉપર બેલેસ્ટીક મિસાઇલો ઝીંકતા ખાડીદેશો પણ યુધ્ધમાં કૂદાવે તેવો ભય, વિશ્ર્વભરમાં ભારે ખળભળાટ
વિશ્ર્વભરમાં જેનો ભય હતો તે અશુભ ઘડી અંતે આવી ગઇ છે અને અમેરિકા સહિત મધ્ય-પૂર્વના પાંચ દેશો વચ્ચે ભીષણ યુધ્ધ ફાટી નીકળતા વિશ્ર્વભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોની તૈયારી બાદ આજે સવારે ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કરી દીધો હતો અને 30 મિસાઇલો છોડી રાષ્ટ્રપતિ નિવાસ, ઓફિસ, સૈન્ય હેડવાટર્સ સહિતના મહત્વના સ્થળો તેમજ રાજધાની તહેરાજ સહિતના શહેરોમાં ભારે તબાહી મચાવી દીધી હતી. આ હુમલામાં સંરક્ષણ પ્રધાન અમીર હાતમી, મુખ્ય ન્યાયમુર્તી ધોલમ હોશેન મોહસેની સહિત અનેક ઉચ્ચ રેંકના અધિકારીઓના મોત થયાનો ઇઝરાયલે દાવો કર્યો છે.
તો બીજી તરફ ઇરાને પણ 400 ત્રિસ્તરીય હુમલો કરી મિસાઇલો છોડીને ઇઝરાયલ ઉપર વળતો પ્રહાર કરી ઇઝરાયલમાં તબાહી મચાવી હતી. ઇરાને યમનના હુથી અને લેબેનોનના હિઝબુલ્લાહ સાથે મળીને પણ ઇઝરાયલ ઉપર હુમલો કરી દીધો છે. તેમજ ઇરાને બહેરીન-કતાર-અબુધાબી-કુવૈત-રીયાધ ઉપરાંત જોર્ડન અને સાઉદી અરબ ખાતેના સૈન્ય થાણાઓ ઉપર આડેધડ બેલેસ્ટ્રીક મિસાઇલો ઝીંકતા ખાડીના દેશો પણ યુધ્ધમાં કૂદી પડે તેવો ભય ફેલાયો છે.
અચાનક ફાટી નીકળેલા યુધ્ધના કારણે ઇરાન-ઇઝરાયલ ઉપરાંત કતાર-કુવૈત-અબુધાબી-યુ.એ.ઇ સહિતના દેશોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. આજે યુધ્ધના પ્રારંભમાં ઇઝરાયેલે 30 તોવળતા હુલામાં ઇરાને 400 મિસાઇલો દાગી હોવાથી ચોતરફ વિસ્ફોટના અવાજ અને આગના લબકારાથી ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યા છે.
ઇઝરાયેલ-અમેરિકા લાંબા સમયથી ઇરાન ઉપર હુમલાની તૈયારી કરીને ત્રાટકયા હોવાથી આ યુધ્ધ વધુ લાું ચાલે અને સમગ્ર વિશ્ર્વમાં તેની અસર થવાનો ખતરો છે. આ હુમલામાં ઇરાનના મહત્વના સ્થળો ઉપર મિસાઇલો દાગતા ઇરાની રાષ્ટ્રપતિ ખામૈની બંકરમાં ઉતરી ગયા છે. સાથોસાથ મિસાઇલમારો સતત ચાલુ રાખ્યો છે.
ઈરાને વિધાનો કર્યા હતાં કે યુદ્ધનો અંત અમે લાવીશું, ભલે શરૂઆત તમે કરી હોય ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે, ઈઝરાયલ ઉપરાંત અમેરિકી વિમાન વાહક જહાજ અબ્રાહમ લિંકના પરથી પણ હુમલાઓ થયા છે જે બતાવે છે કે અમેરિકા-ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સાથે લડવા આવ્યા છે. આજે વહેલી સવારથી જ ઈઝરાયેલે તમામ આંતરરાષ્ટ્રીય કોમર્સિયલ ફ્લાઈટો માટે પોતાનું આકાશ સિલ કરી દીધું હતું અને તેલ અવીવના એરપોર્ટના ક્ધટ્રોલ ટાવરે આ સંદેશો દુનિયાભરમાં પહોંચાડ્યફો હતો. હુમલા પછી ઈરાને પણ પોતાનું આકાશ વિદેશી ફ્લાઈટ માટે પ્રતિબંધિત જાહેર કર્યુ હતું.
અમેરિકન લશ્કરી ઉચ્ચાધિકારીઓએ ન્યૂઝ એજન્સીઓને કહ્યું હતું કે, ઈરાન સામેનું આ યુદ્ધ ચાર દિવસ ચાલશે જો કે, પેન્ટાગોને મધ્યપૂર્વ તરફ ખસેડેલા શસ્ત્ર ભંડારને જોતા અમેરિકાએ લાંબો સમય યુદ્ધ ચાલે એની તૈયારી કરી લીધી હોવાનું નિષ્ણાંતો માને છે. અલજઝીરા ચેનલ પર અમેરિકી સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, ઈઝરાયલ અને અમેરિકા બન્નેએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો છે. આજનો આ હુમલો થયો એ પહેલા જ આયાતોલ્લાહ યૌમેની કે જેઓ ઈરાનના સરમુખત્યાર અને ત્રણેય પાંખોના વડા છે. તેઓએ પોતાનું નિવાસસ્થાન છોડી ભુગર્ભમાં અન્યત્ર વસવાટ કર્યો છે. ઈઝરાયેલે યૌપેેનીના ઘર પર પણ હુમલો કર્યો છે. પરંતુ ત્યારે તેઓ ત્યાં ન હતાં.
ઈઝરાયેલે આજે સવારે તહેરાનમાં વિસ્ફોટોનો લાંબો સિલસિલો ચલાવ્યો હતો. જેમાં મિસાઈલો તથા બોમ્બ ફેંકતા ફાઈટર જેટનો સમાવેશ થાય છે. અંદાજે 1600 કિલોમીટરની ભૌગોલિક સરહદ ધરાવે છે. જેના પર સામસામા બન્ને દેશોના ભૂમિદળના સૈન્ય ગોઠવાઈ ગયા છે.
ઈરાને આજે બપોરે ઈઝરાયેલ અને અમેરિકા બન્ને દેશો પર વળતા હુમલાની ધણકી ઉચ્ચારી હતી. અને કહયું હતું કે, શત્રુઓની એક એક ચેષ્ટા કે એક્શનનો આક્રમક જવાબ આપવામાં આવશે. ઈરાનના છેલ્લા સામ્રાજ્યધિપતિ શાહના દેશનિકાલ કરાયેલા પુત્ર અને ઈરાની વિપક્ષી નેતા રેઝા પહેલવીએ એક નિવેદન બહાર પાડીને ઈરાન પરના હુમલાને ‘માનવતાવાદી સહાય’ ગણાવી છે તેમણે કહ્યું કે, અમેરિકાએ ઈરાનની બહાદૂરપ્રજાને જે વચન આપ્યું હતું તે વેળા હવે આવી ગઈ છે. મિસ્ટર રેઝાએ કહ્યું કે, અમેરિકાનું લક્ષ્ય ઈરાન નથી, પરંતુ ઈરાનની સરકારી અમાનવીય દમનકારી પ્રવૃત્તિઓ છે જેને તેઓ ખતમ કરીને ઈરાની પ્રજાને રાહત આપવા ચાહે છે.
ઈઝરાયેલમાં વસતા 20,000 ભારતીયો માટે એડવાઈજરી-હેલ્પલાઈન નંબર જાહેર
ભારતીય મૂળના 85,000 યહુદીઓ પણ ઈઝરાયેલમાં વસે છે
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે તેહરાન સહિત ઇરાનના 30 શહેરો પર હુમલો કર્યો હતો. ઇરાનના હવે સંભવિત જવાબને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતે ઇઝરાયલમાં રહેતા તેના નાગરિકો માટે એક એડ્વાઇઝરી જાહેર કરી છે, જેમાં તેમને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”
ભારતીય દૂતાવાસે એડ્વાઇઝરી જારી કરીને જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવાની અને હંમેશા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. બધા ભારતીય નાગરિકોએ નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવું જોઈએ અને તેમના રહેઠાણ અથવા કાર્યક્ષેત્રમાં નજીકના સલામત સ્થળોથી વાકેફ રહેવું જોઈએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આગામી સૂચના સુધી ઇઝરાયલમાં બધી બિન-આવશ્યક મુસાફરી ટાળવી જોઈએ.
સલાહકારમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકોને સ્થાનિક સમાચાર, સત્તાવાર જાહેરાતો અને કટોકટી ચેતવણીઓનું નિયમિતપણે નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, ભારતીય નાગરિકો 24ડ્ઢ7 હેલ્પલાઇન દ્વારા તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે: ટેલિફોન: +972-54-7520711 અને ઇમેઇલ: cons1.telavivmea.gov.in. દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જરૂૂર પડ્યે અપડેટ્સ પ્રદાન કરશે. હાલમાં 20,000 થી વધુ ભારતીયો ઇઝરાયલમાં રહે છે, જે બધા ઇઝરાયલના વિવિધ શહેરોમાં સ્થિત છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઇઝરાયલમાં મોટાભાગના ભારતીયો મુખ્યત્વે વૃદ્ધ ઇઝરાયલીઓ, હીરાના વેપારીઓ, આઇટી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓની સંભાળ રાખનારા તરીકે કામ કરે છે. વધુમાં, ભારતીય મૂળના આશરે 85,000 યહૂદીઓ પણ ઇઝરાયલમાં રહે છે.
આટલા દેશોમાં અમેરિકન બેઝ પર ઇરાને મિસાઇલો દાગી
ઇઝરાયેલ
ઇરાક
કતાર
યુએઇ
કુવૈત
જોર્ડન
સાઉદી અરબ
બહેરીન
