ચોટીલાનાં ખેરાણા ગામે રહેતા યુવકને તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે. તેમ કહી 3 શખસોએ કુહાડા અને ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાનાં ખેરાણા ગામે રહેતા વિપુલભાઇ પોલાભાઇ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન રાત્રીનાં પોતાનાં ઘર પાસે હતો. ત્યારે રમેશ દેવા, અજય અને સુનીલ સહીતનાં શખસોએ ઝઘડો કરી કુહાડા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા હુમલાખોર શખસોએ વિપુલ સોલંકીને તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે. તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે . આક્ષેપનાં પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
