પિતાની મિલકત અને દહેજ મામલે સાસરિયાઓએ મહેણાં મારતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો’ તો

શહેરનાં દિનેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિકીતાબેન પીયુષભાઈ વેગડા નામની પરિણીતાએ ગઈ તા.2ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના માતા પુષ્પાબેન બાબુભાઈ રાઠોડ…

શહેરનાં દિનેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિકીતાબેન પીયુષભાઈ વેગડા નામની પરિણીતાએ ગઈ તા.2ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ મૃતકના માતા પુષ્પાબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ.53, રહે. દેવનગર, નાનામવા મેઈન રોડ)એ તેની પુત્રીના સાસરીયાઓ સામે દહેજની માંગ કરી ત્રાસ ગુજારી મરવા મજબૂર કર્યાની એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

એ.ડીવીઝન પોલીસે આ મામલે પુષ્પાબેનની ફરિયાદ પરથી મૃતકના પતિ પીયુષ વેગડા, સસરા ઉપેનભાઈ, સાસુ મીનાબેન, દાદાજી સસરા દાનાભાઈ મોતીભાઈ વેગડા અને દાદીજી સાસુ ભાણીબેન વેગડા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

પુષ્પાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પતિ નિવૃત સરકારી ઓફિસર છે,જે સમાજ સુરક્ષામાં ઉદ્યોગ શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તે ઓક્ટોબર 2025માં નોકરીમાંથી રીટાયર થયેલ છે. મારે સંતાનમા બે દિકરાઓ તથા બે દિકરીઓ છે જેમાં સૈાથી મોટો દિકરો નામે સમીર ઉ.વ. 30 ની છે તેના લગ્ન વર્ષ 2024 માં પૂજા ઈશ્વરભાઈ પનારા સાથે થયા છે, અને તે આઈ.ટી. કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરે છે.ત્યારબાદ દિકરી નામે સોનલ તેના લગ્ન 2022માં હાર્દિક મુકેશભાઈ ચાવડા સાથે થયા છે, ત્યારબાદ દિકરી નામે નિકિતા ઉ.વ.26 ની હતી, જેણે તા.18/10/2024ના રોજ પિયુષ ઉપેનભાઈ વેગડા સાથે પરિવારની મરજી વિરુધ્ધ કોર્ટ મેરેજ કરેલા હતા, ત્યારબાદ સૌથી નાનો દિકરો નામે વિવેક વર્ષનો છે જે હાલ અપરિણીત છે અને હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.

લગ્ન બાદ સાસરી પક્ષના આરોપીઓએ મૃતક નિકીતાબેનને ત્રાસ આપી તુ તારા મા-બાપનાં ઘરેથી કાંઇ લાવી નથી,તારા લગ્ન માટે બનાવેલા સોનાના દાગીના લાવી નથી, તારા પિતાની મિલકતમાં ભાગ માંગી લે’ તેમજ દહેજમાં કાંઇ લાવી નથી તેવા અવાર-નવાર મેણાંટોણાં મારી ત્રાસ આપતા નિકીતાબેને ગઈ તા.ર ના ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના મામલે એ ડિવિઝન પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *