Connect with us

ગુજરાત

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

Published

on

બગવદરમાં મારામારી કરનાર આરોપીઓને આશરો આપ્યાની શંકાએ બોરીચા ગામે આવેલ વાડીમાં પોરબંદર પોલીસે રેડ કરતા 70 હથિયારો, ચાર ગન મળી ભીમા દુલા સહિત 3ની અટકાયત

પોરબંદરના નામચીન ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની આદિત્યાણા પાસે આવેલી બોરીચા ગામની સીમમાં વાડીમાં પોલીસે વહેલી સવારે ગુપ્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડતા ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો અને એક કરોડ રોકડા મળી આવ્યા હતા. આ મામલે પોરબંદર એલસીબીએ ગુનો નોંધી ભીમા દુલા સહિત ત્રણની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરી છે.

થોડા દિવસો પૂર્વે બગવોદરમાં ચૂંટણીના ડખ્ખામાં થયેલી મારામારીની આરોપીને ભીમાદુલાએ આશરો આપ્યો હોવાની શંકાએ વહેલી સવારે પોરબંદર એલસીબી સહિતની પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ ભીમા દુલાએ પૂર્વ ધારાસભ્યનો ભાઈ હોય તેમજ રાજકીય પીઠબળના કારણે તે પોરબંદરમાં ગેંગ ચલાવે છે. પોરબંદરમાં ગેંગસ્ટરને ત્યાં દરોડો પડતા વધુ એક વખત ગુનાખોરીની દુનિયામામં ઝૂની યાદોની ચર્ચાઓ જાગી છે.


પોરબંદર નજીક આદિત્યાણા પાસે આવેલ બોરીચા ગામે સીમમાં નામચીન ગેંગસ્ટર અને ભૂતકાળમાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડેલા ભીમાદુલા ઓડેદરાને ત્યાં જિલ્લા પોલીસવડા ભગીરથસિીંહ જાડેજાની સૂચનાથી પોરબંદર એલસીબી, એસઓજી અને આદિત્યાણા પોલીસે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરોડામાં પોલીસને બંદુક, તમંચા, તલવાર, ભાલા, લાકડી, પિસ્તોલ સહિત 70થી વધુ હથિયાર તેમજ એક કરોડની રોકડ મળી આવી હતી. આ મામલે પોલીસે ભીમાદુલા ઓડેદરા અને તેના વાડીએથી અન્ય બે શખ્સો એમ કુલ ત્રણની અટકાયત કરી વિશેષ પુછપરછ હાથ ધરી છે.


પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બગવોદર ગામે થોડા વખત પૂર્વે ચૂંટણીના વેરજેરના કારણે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં સંડોવાયેલા આરોપીઓ ઘણા વખતથી ફરાર હોય તેને ભીમાદુલા ઓડેદરાએ આશરો આપ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસવડાની સૂચનાથી પોલીસની અલગ અલગ 6 ટીમોએ વહેલી સવારે આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલા ભીમાદુલા ઓડેદરા અને અન્ય બે શખ્સોની પોલીસે પુછપરછ શરૂ કરી છે.

કુખ્યાત ગેંગનો લીડર ભીમા દુલાનો ગુનાહિત ઈતિહાસ

પોરબંદરમાં ગેંગ ચલાવતા કુખ્યાત ભીમા દુલા ઓડેદરાનો ગુનાહિત ઈતિહાસ મોટો છે. ભીમા દુલા ઓડેદરા આદિત્યાણા પંથકનો ગેંગનો લિડર હોય તેણે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર મુળુ મોઢવાડિયાની હત્યા કરી હતી. અને ખંડણી માંગવી, અપહરણ કરવું, તે સહિતની ગુનાહિત પ્રવૃતિમાં ભીમા દુલા સંડોવાયેલ છે. આદિત્યાણા ગામે થયેલ સંધી પિતા-પુત્રની બેવડી હત્યામાં પણ ભીમાદુલા ઓડેદરા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોરબંદર અને આસપાસના ગામોમાં ધાક જમાવનાર ભીમા દુલા ઓડેદરાને ત્યાં પોલીસે દરોડો પાડતા હવે જૂના ગુના અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

આરટીઓની હેલ્મેટ ડ્રાઇવ, 22 ચાલકો દંડાયા

Published

on

By

જામનગરની આરટીઓ કચેરીએ આજે હેલ્મેટ નિયમનું પાલન કરાવવા માટે એક નોંધપાત્ર પગલું ભર્યું છે. કચેરીના પ્રવેશદ્વાર પર હાથ ધરવામાં આવેલી આ વિશેષ ડ્રાઈવમાં હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આરટીઓ ઇન્સ્પેક્ટર એચ.કે. પ્રજાપતિ અને કે. કે. ઉપાધ્યાયની ટીમે આ ઝુંબેશનું સફળ સંચાલન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાત સરકારી કર્મચારીઓ અને પંદર નાગરિકો સહિત કુલ 22 લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડવામાં આવ્યા હતા.

આ દંડની રકમ કુલ રૂૂ. 67,000 હતી. આ કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકારના પરિપત્રના આદેશ અનુસાર કરવામાં આવી હતી. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી અને જામનગર ટ્રાફિક પોલીસ હેલ્મેટ નિયમનું પાલન કરાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને આવી ઝુંબેશો આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.


આ ઝુંબેશ દ્વારા જામનગર આરટીઓ કચેરીએ સડક સલામતી અંગેનો સંદેશો આપ્યો છે અને હેલ્મેટ પહેરવાની મહત્વતા પર ભાર મૂક્યો છે. આશા છે કે, આવી કાર્યવાહીથી લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ વધશે અને સડક દુર્ઘટનાઓમાં ઘટાડો થશે.

Continue Reading

ગુજરાત

દિવાળી પર્વ સંદર્ભે જામનગર પોલીસ એક્શનમાં: ફૂટ પેટ્રોલિંગ કરાયું

Published

on

By


જામનગર શહેર અને જિલ્લામાં દિપાવલીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધાની સુચનાથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર શહેરમાં દીવાળીના તહેવારો શાંતિ રીતે ઉજવાય તેના ભાગરૂૂપે શાંતિ સમિતિની બેઠકો તેમજ બેંક, આંગડીયા પેઢી અને જવેલર્સ સંચાલકો સાથે તકેદારીના ભાગરૂૂપે બેઠકો તેમજ જિલ્લાની બોર્ડર ઉપર સજ્જડ બંદોબસ્ત સહિત ફુટ પેટ્રોલીંગ અને અધિકારીઓના બંદોબસ્ત અંગે પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરી છે. દરમિયાન આજરોજ જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બઝાર ગણાતી બર્ધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક રોડ વિસ્તાર, ચાંદી બઝાર વિસ્તારમાં આવેલ સોની માર્કેટ સહિત દરબારગઢ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં સીટી એ. ડિવિઝનના જુદા જુદા પોલીસ ચોકીના પી.એસ.આઇ તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે જોડાયા હતા.

Continue Reading

ગુજરાત

શહેરમાં ચાલતા સરસ મેળાનો બહોળી સંખ્યામાં લાભ લેતા શહેરીજનો

Published

on

By

જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના સરસ મેળાનું આયોજન કરાયું છે. જ્યાં સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 100 થી વધુ કારીગર બહેનો વિવિધ 50 સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેંચાણ કરી રહ્યા છે.આ સરસ મેળામાં જામનગર તથા આસપાસના વિસ્તારોના નાગરિકો બહોળી સંખ્યમાં દિવાળીની ખરીદી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવાની સાથે આ પ્રકારના ઉમદા આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.
આગામી તા.28 ઓક્ટોબર સુધી ચાલનારા આ સરસ મેળામાં સમગ્ર રાજ્યના સખી મંડળના બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફુડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝૂલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સિઝનેબલ મસાલા અને અથાણા, ઓર્ગેનીક સરબતો જેવી વિવિધ ચીજ વસ્તુઓનું સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિવાળીની ખરીદી કરવા આવેલ જામનગર જિલ્લાના વસઈ ગામના રહેવાસી જેસલબેન રબારી આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવે છે કે આજે મેં જામનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી હતી.

જ્યાં વિવિધ સ્ટોલના માધ્યમથી દિવાળી તથા સુશોભનને લગતી અવનવી તમામ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે એક જ સ્થળેથી ખરીદવાનો અમને અવસર મળ્યો છે.હેન્ડક્રાફ્ટના ખૂબ જ કલાત્મક ઉત્પાદનો અહીં જોવા મળે છે કે જે ખરીદવા હોય તો ખૂબ જ દૂર સુધી જવું પડે.રાજ્ય સરકારે એક જ પ્લેટફોર્મ પર આખા રાજ્યના ઉત્પાદનો લાવી સ્થાનિક કારીગરો બહેનો અને ખરીદી કરનાર નાગરિકો માટે કડીરૂૂપ બનવાનું મહત્વનું કાર્ય કર્યું છે. રાજ્યના 33 જિલ્લાઓની સુવિખ્યાત વસ્તુઓ અહીં આપણે એક જ સ્થળેથી ખરીદી શકીએ છીએ તેમ જણાવી જામનગર તથા આજુબાજુના જિલ્લાના સૌ નાગરિકોને એકવાર આ સરસ મેળાની મુલાકાત લેવા તેમજ અચૂક અહીંથી ખરીદી કરવા જેસલબેન રબારીએ અપીલ કરી છે.

Continue Reading
ગુજરાત2 mins ago

આરટીઓની હેલ્મેટ ડ્રાઇવ, 22 ચાલકો દંડાયા

ગુજરાત4 mins ago

દિવાળી પર્વ સંદર્ભે જામનગર પોલીસ એક્શનમાં: ફૂટ પેટ્રોલિંગ કરાયું

ગુજરાત6 mins ago

શહેરમાં ચાલતા સરસ મેળાનો બહોળી સંખ્યામાં લાભ લેતા શહેરીજનો

ક્રાઇમ11 mins ago

‘શિકારી’ યહાં ખુદ ‘શિકાર’ હો ગયા : કેશોદમાં ચંદનઘોનો શિકાર કરતા ચાર શખ્સ ઝડપાયા

ક્રાઇમ15 mins ago

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ, નાણાના બદલે કાર પડાવી લીધી

ગુજરાત30 mins ago

ખંભાળિયાના કેશોદ ગામે બાળકનું બીમારીથી મોત

ગુજરાત40 mins ago

ફટાકડાની 127 અરજીઓ સામે 10 ધંધાર્થીઓને જ મળ્યા પરવાના

ગુજરાત42 mins ago

રાજકોટના યુવાનને સમલૈંગિક સંબંધના બહાને મળવા બોલાવી બે જામનગરી ઝડપાયા

ગુજરાત50 mins ago

સેવાસદનમાં સર્વર ડાઉન થતા દસ્તાવેજ નોંધણી કામગીરી અટકી

ક્રાઇમ53 mins ago

4 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવનાર શખ્સને આજીવન સજા ફટકારતી અદાલત

ગુજરાત23 hours ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત19 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ક્રાઇમ19 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત2 days ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

ગુજરાત2 days ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત2 days ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

આંતરરાષ્ટ્રીય22 hours ago

કેનેડામાં ભયાનાક કાર અકસ્માતમાં 4 ગુજરાતીઓ મોતને ભેટ્યા, પીડિતોમાં બે ભાઈ-બહેન હતા

ગુજરાત2 days ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત2 days ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત20 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

Trending