સનદ બાદ કોર્ટે ગયા ન હોય તેવા ‘કલાકારો’એ પણ મત આપવા પ્રગટ્યા, 99 ઉમેદવારોનું ભાવિ કેદ, તા.9 માર્ચથી ગણતરી
ગુજરાત બાર કાઉન્સીલની 23 બેઠકોની ચુંટણીમાં આજે રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં આજે 200થી વધુ સ્થળે મતદાન યોજાયું હતું અને 20 મહીલા સહીત કુલ 99 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું હતું. રાજકોટમાં આજે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે મતદાન યોજાયું હતું. જેમાં સવારથી જ વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જો કે, બાર કાઉન્સીલની આ ચૂંટણીમાં સનદ લીધા બાદ કયારેય પ્રેકટીસ કરી ન હોય તેવા ‘કલાકારો’ પણ મત આપવા પહોંચી ગયા હતા. આ ચૂંટણીમાં પ્રથમ વખત રાજકોટમાંથી પાંચ ઉમેદવારો ચૂંટણી લડતા હોવાથી માહોલ વધુ જામ્યો હતો અને તેની અસર મતદાન ઉપર પણ જોવા મળી હતી.
ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી અને રસાકસી ભરી રાજકોટ સહિત રાજ્ય ભરના 150થી વધુ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા સહિતના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે જેને પગલે રાજ્યભરમાં કાનૂની વર્તુળોમાં ભારે ઉત્તેજના જગાવી છે. સવાર 10 વાગ્યાંથી મતદાન શરૂૂ થયું હતું. મતદાન શરૂૂ થતા જ વકીલોએ મત આપવા લાઈનો લગાવી હતી. રાજ્યભરમાં ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર-પ્રસાર કર્યો હતો. આજે 150 જેટલાં મતદાન મથકો પર સાંજે 6 વાગ્યાં સુધી મતદાન થશે. રાજ્યમાં 99 ઉમેદવારો, જેમાં 20 મહિલા વકીલો ચુંટણીમાં મેદાન માં છે. કુલ 23 બેઠકમાં 5 મહિલા અનામત બેઠક છે. રાજકોટમાંથી 5 સહિત સૌરાષ્ટ્રના 20 ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં કેદ થયું છે. આગામી તા.9 માર્ચથી મતગણતરી શરૂૂ થશે.
રાજકોટ સૌરાષ્ટ્રના ઉમેદવારો જોઈએ તો રાજકોટના અમૃતા અભયકુમાર ભારદ્વાજ, જીતેન્દ્ર હિંમતલાલ પારેખ(જીતુભાઈ), ચંદ્રેશભાઇ હરસુખભાઈ પટેલ(સી.એચ.), દિલીપ કાનજીભાઈ પટેલ, ભૂમિકા પરેશકુમાર પટેલ, જામનગરના મનોજ મણીલાલ અનડકટ, દિપક રજનીકાંત દોશી, અશોકકુમાર હરિશંકર જોશી, ચાંદની દીપકભાઈ પોપટ, મીના વલ્લભદાસ ભાયાણી, સુરેન્દ્રનગરના પ્રશાંતકુમાર સુરેશકુમાર ભટ્ટ, લીંબડીના અશોકકુમાર કરસનભાઈ ચાવડા, ભાવનગરના હિરેનકુમાર તનસુખરાય જાની, અનિરૂૂદ્ધસિંહ હમીરસિંહ ઝાલા, જૂનાગઢના મુકેશ ચીમનલાલ કામદાર, રોહિતકુમાર ગિરધરલાલ મકવાણા, બગસરાના નરેન્દ્રકુમાર ખીમજીભાઇ કાંટીયા, અમરેલીના બકુલેશ દિવ્યકાંત પંડ્યા (બકુલ પંડ્યા), વેરાવળના સૂર્યકાંત નાનાલાલ સવાણી અને મોરબીના જયદીપ બાલુભાઈ પંચોટીયાએ ઉમેદવારી કરી છે.
રાજકોટ જિલ્લા ન્યાયાલય ખાતે આજે સવારે 10 વાગ્યે મતદાન શરૂૂ થતા જ વકીલોની લાઈનો લાગી હતી. મત આપવા માટે ઉત્સાહભેર વકીલો જોડાયા હતા. સિનિયર જુનિયર વકીલોએ સૌને માતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આજે ગુજરાતના 77 હજારથી વધુ વકીલ મતદારો મતદાન કરશે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાજયભરના વકીલો મતદાન કરતા હોય છે અને રાજકોટ સહિત રાજયભરમાં મળી કુલ 150થી વધુ મતદાન મથકો પર પોલીંગ બુથ પર 450 પોલીંગ ઓફિંસરો ફરજમાં તૈનાત થશે.
