વિજયી ભવ, ધો. 10-12 બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.10 અને ધો.12ની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. શહેરના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર કલેક્ટર, પોલીસ કમિશનર…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.10 અને ધો.12ની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. શહેરના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે મોઠા મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ આજે ધો.10માં ફર્સ્ટ લેગ્વેજ પેપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે તથા ધો.12માં આર્ટસ-કોમર્સમાં સહકાર પંચાયત અને અર્થશાસ્ત્ર તથા ધો.12 (સાયન્સ)માં ફિઝિકસનું પેપર લેવાનાર છે. આ વર્ષે આશરે 15.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી છે, જેમાં ધોરણ 10ના 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 જનરલ સ્ટ્રીમના 5,01,286 અને સાયન્સ સ્ટ્રીમના 1,19,263 વિદ્યાર્થીઓ સામેલ છે. આ સંખ્યા ગત વર્ષની તુલનામાં લગભગ 1 લાખ વધુ છે, જે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની વધતી રુચિ દર્શાવે છે. પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 18 માર્ચ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *