મચ્છર ઉત્પતિ સબબ લેવાતા દંડમાં 1000 ટકાનો વધારો

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રહેણાક અને કોમર્શિયલ એકમો માટેના નવા દર નિયત કરાયા, દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. આરોગ્ય…

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રહેણાક અને કોમર્શિયલ એકમો માટેના નવા દર નિયત કરાયા, દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. આરોગ્ય વિભાગનાં ચેકીંગ દરમિયાન મચ્છર ઉત્પતિ તેમજ ગંદકી સબબ હાલમાં જે દંડ કરવામાં આવી રહ્યો છે તેની કોઈ અસર ન દેખાતાં હવે તંત્રએ કમરતોડ વધારો એટલે કે રૂપિયા 50 હોય તેના સ્થાને રૂા.500 જેવો હજાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મનપાના વિસ્તારમાં ડેેંગ્યુ, ચીકનગુનિયા તેમજ વાકજન્ય રોગથી શહેરીજનોને સુરક્ષીત કરવા માટે હવે પછી આરોગ્ય વિભાગ દ્વારા ગંદકી તેમજ મચ્છર ઉત્પતિ સબબ આટલો દંડ વસુલવામાં આવશે અને દંડ વધારાની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા રહેણાક અને કોર્મોશીયફલ એકમો માટે નવો દંડ અમલમાં મૂકવામા આવ્યો છે. જેમાં પાણી સંગ્રહના તમામ સાધનો મચ્છરના પોરા થઇ શકે તેમ રાખવા બદલ રૂા.100 રૂા.1000, પાણી સંગ્રહના ટાંકીઓ, ટાંકાઓ, બેરલ, કેરબા, જમીનની અંદરની ટાંકીઓ, ઓવરહેડ ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી ન રાખવા બદલ અથવા તેમાં મચ્છરની ઉત્પતિ થવા બદલ રૂા.100 રૂા.1000, તમામ પ્રકારના પાણી સંગ્રહનાં સ્થાનો / સાધનો હવાચુસ્ત ઢાંકણથી ન ઢાંકવા બદલ રૂા.100 રૂા. 1000, કોઇ જાહેર જગ્યા અથવા ખાનગી ખુલ્લી જગ્યામાં પાણી સ્થિર અને મચ્છર ઉત્પતિ થાય તે રીતે પાણીનો સંગ્રહ થાય તે રીતે પાણી છોડવા બદલ રૂા.200રૂા.2000, સેલરોમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ ન કરવા બદલ રૂા.200 રૂા. 10000, ડ્રેનેજ સુવિધા ન હોય તેવા સ્થળોએ સોસ ખાડા બનાવ્યા વગર પાણીનો નિકાલ કરવા બદલ રૂા.200 રૂા.2000, સેપ્ટીક ટેન્ક તથા ભુગર્ભ ગટરના એર પાઈપ પર તારની જાળી અથવા કપડુ ન બાંધવા બદલ રૂા.100 રૂા.500, બાગ, બગીચા, ફુવારા, હોજ, સ્વીમીંગ પુલ વિગેરેમાં પોરા ઉત્પન્ન થાય તે રીતે પાણી સંગ્રહ કરવા અથવા પાણીનો સંગ્રહ થવા બદલ રૂા.200 રૂા.2000, ફીજ ટ્રે. એરકુલર, વોટર કુલર, એરકંડીશનરો. સુશોભનના છોડના કુંડા, ટાયર, પક્ષીકુંજ, અવેડા, વાસણ, કે અન્ય કોઇ પણ પ્રકારનો ભંગાર અથવા ઉપયોગી કે બિનઉપયોગી સાઘનો વગેરે માં પાણી જમા હોય તેનો નિકલ ન કરવા બદલ અથવા તેમાં મચ્છરની ઉત્પત્તિ થવા બદલ રૂા.200 રૂા.1000, નવું બાંધકામ રહેણાંક, બિનરહેણાંક / કોમર્શીયલ જેવી જગ્યાઓએ મચ્છરની ઉત્પત્તિ ન થાય તે પ્રકારે કામગીરી ન કરવા બદલ અથવા મચ્છરની ઉત્પત્તિ થવા બદલ રૂા.200 રૂા.1000 છત, છજ્જા, અગાસી. નળની પાણીની કુંડી, ફળીયા, પ્રાંગણ, પાર્કિંગ વગેરેમાં પાણી જમા થવાથી મચ્છર ઉત્પતિ થવા બદલ રૂા.200 રૂા.2000, નદી, વોકળા, ખાનગી કે ખુલ્લી જગ્યામાં ગંદુ પાણી એકઠું કરવા /છોડવા બદલ તેમજ ઈન્ડસ્ટ્રીઅલ વેસ્ટ / ગંદુ પાણી / પ્રવાહી છોડવા બદલ રૂા.200 રૂા.5000 દંડ વસુલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *