મીઠાપુર નજીક કારમાંથી વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામના એક શખ્સને પોલીસે રૂૂપિયા 6.62 લાખની કિંમતની વિદેશી દારૂૂની 528 બોટલ તથા…

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામના એક શખ્સને પોલીસે રૂૂપિયા 6.62 લાખની કિંમતની વિદેશી દારૂૂની 528 બોટલ તથા રૂૂપિયા પાંચ લાખની કિંમતની ક્રેટા કાર મળી કુલ રૂૂ.11.62 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ઋષિરાજસિંહ કારૂૂભા વાઢેર નામના શખ્સ દ્વારા એક મોટરકારમાં વિદેશી દારૂૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળતા અંગે મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સે જી.જે. 37 જે. 2576 નંબરની ક્રેટા મોટરકારમાં રાખેલી રૂૂપિયા 662,400 ની કિંમતની પરપ્રાંતિય શરાબની 528 બોટલ પોલીસને હાથ લાગી હતી.

આથી પોલીસે રૂૂપિયા પાંચ લાખની કિંમતની ક્રેટા કાર સહિત કુલ રૂૂપિયા 11,62,400 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.એન. વાંઝા, એ.એસ.આઈ. એન.કે. જાડેજા, એમ.એમ. ગઢવી, જયપાલસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા અને અનિલભાઈ ડોડીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *