જામનગર મહાપાલિકા તરફથી નગરજનોને વિજ્યાદશમીની ભેટ

આજે વિજયા દશમીથી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂૂવાર અને વિજયાદશમી થી શહેર…

આજે વિજયા દશમીથી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ

જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂૂવાર અને વિજયાદશમી થી શહેર માં દૈનિક પાણી વિતરણ કરવા માટે ક્રમશ: પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ચાલુ માસ ના અંત સુધીમાં પોણા ભાગ ના શહેર ને દૈનિક પાણી વિતરણ માટે આવરી લેવામાં આવશે. તેમ આજે મેયર વિનોદ ખીમસૂર્યા એ પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.

જામનગર માં વર્તમાન સમયમાં વર્ષો થી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે .જે માટે આશરે 145 થી 150 એમ.એલ.ડી. પાણી ના જથ્થા ની જરૂૂરિયાત રહે છે. હવે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી અને વિજ્યાંદશમી ના દિવસ થી દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રણજીત નગર અને સોલેરીયમ ઝોન માં દૈનિક 25 મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે.

ચાલુ માસના અંત સુધીમાં બેડી, નવાગામ, પવનચક્કી, મહાપ્રભુજી બેઠક, શંકર ટેકરી, ગુલાબ નગર અને જામનું ડેરું /પાબારી ઝોનમાં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂૂ કરવામાં આવશે. એટલે કે મસાંતે પોણા જામનગર શહેર માં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂૂ થઈ જશે.

જ્યારે જ્ઞાનગંગા , ગોકુલ નગર, સમર્પણ અને રવિપાર્ક ઝોનમાં પાઇપલાઇનનું કામ ચાલુ હોય જે કામ પૂર્ણ થયા પછી આ ઝોનમાં પણ દૈનિક પાણી વિતરણ શરૂૂ થઈ જશે.જ્યારે આ ઉપરાંત નાધેડી માં પાણીના સંપ નું કામ ચાલુ હોય જે આગામી માર્ચ સુધી માં પૂર્ણ થશે. ત્યારબાદ સંપૂર્ણ જામનગર શહેર માં દૈનીક ધોરણે પાણી વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *