રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરતાં વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં રોષની લાગણી જોવા મળી છે.
https://www.instagram.com/reel/DSfIg5Cjzpz/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
સોશિયલ મીડિયામાં વાઈરલ થનારો વિડીયો રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર મોવડી ચોકડી નજીકનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક 70 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો વૃદ્ધરસ્તા પર જ એક સગીર બાળકી સાથે અશોભનીય હરકતો અને અડપલાં કરી રહ્યો છે.
વિડીયોમાં વૃદ્ધ એક બાળકને રમાડી રહ્યો છે. બાજુમાં જ આઠથી દસ વર્ષની એક બાળકી ઉભી છે.જેના ગુપ્તભાગે વૃદ્ધ હાથ ફેરવતા જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાં પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરી છે.
