ગૃહ વિભાગ દ્વારા પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 PI, બિનહથિયારી 47 PI અને વાયરલેસ 12 PIની બઢતી કરવામાં આવી છે. આ સાથે જ વર્ગ-1ના 7 DySPની બદલી કરવામાં આવી છે.
ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના અલગ-અલગ જિલ્લામાં 47 બિન-હથિયારી, 9 હથિયારી અને 12 વાયરલેસ PIની બઢતી આપવામાં આવી છે. જ્યારે 7 હથિયારી અને બિન-હથિયારી DySPની બદલીના હુકમ કરવામાં આવ્યો છે.
