અમરેલીમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થી સાથે શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના સામે આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે. સાથે શિક્ષક સામે લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે. હાલ તો આ મામલે વંડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વંડા ગામની જી.એમ.બિલખીયા સ્કૂલના શિક્ષકે 12 વર્ષના વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય કર્યું છે. જેમાં સ્વામી નારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે વિદ્યાર્થી સાથે કુકર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ અધમ કૃત્ય આચરનાર શિક્ષકનું નામ વિશાલ સાવલીયા છે. આ મામલે વંડા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ઇગજ કલમલ 115 (2), પોક્સો એક્ટ કમલ ,4,6,10 , જુવેનાઈલ જિસ્ટીસ એક્ટ કલમ. 75 તેમજ એટ્રોસીટી એક્ટની કલમ 3 (10 )(ઈ),3 (2) (5-અ) મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા નપાવટ શિક્ષકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.