વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું

  વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની…

 

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ધમકી ભર્યા ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’ આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઈ-મેલને લઈને વડોદરા કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *