બે હિન્દુ સગીરાઓના ધર્માંતરણથી ખળભળાટ, મૌલવી સહિત ચાર સામે ગુનો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસના આક્ષેપ સાથેનો…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસના આક્ષેપ સાથેનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કોડીનાર પોલીસે મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ મીરા દાતાર દરગાહના મૌલવી સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસે ગુમ થયેલી બંને સગીરાઓને ઉનાવા સ્થિત દરગાહમાંથી બુરખો પહરેલી સ્થિતિમાં શોધી કાઢી હતી અને મહિલા પોલીસ દ્વારા કાઉન્સીલિંગ કરી બંનેને સહી સલામત પરત કોડીનાર લાવવામાં આવી હતી.

કોડીનારમાં બે સગીરાઓ ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. તપાસ દરમિયાન બંને સગીરાઓનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળતાં કોડીનાર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહમાંથી બંને સગીરાઓને શોધી કાઢવામાં આવી હતી. બંને સગીરાઓ બુરખો પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેમનો કબજો મેળવી કોડીનાર પરત લાવી હતી.

કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાઓની કાઉન્સેલિંગ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને કોડીનારથી મહેસાણાના ઉનાવા સુધી લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા સહિતના આક્ષેપો સામે આવ્યા હતા. પોલીસની તપાસમાં આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ છજજના આગેવાને સમગ્ર ઘટનાની વિગતો જણાવી છે. સગીરાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. બંનેને ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી.

વીડિયોમાં સગીરાએ જણાવ્યું હતું કે, શરૂૂઆતમાં બંને સગીરા તેમાંથી એકના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગઈ હતી. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગામમાં ફેરવવામાં આવી હતી અને વેરાવળ જવાનું કહેવામાં આવ્યું હતું. વેરાવળ પહોંચ્યા બાદ ગાંધીનગર જવાનું જણાવવામાં આવ્યું હતું.
સગીરાના જણાવ્યા મુજબ, બંને વેરાવળથી ટ્રેનના જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાં તેની માતાને ફોન કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા બાદ દુકાનદારે રોકડા રૂૂ.1,000 આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી.

સગીરાના જણાવ્યા પ્રમાણે, ઉનાવા રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યારબાદ બંનેને મીરા મીરા દાતાર દરગાહ લઈ જવામાં આવી હતી. ત્યાં તે યુવક ચાદર સહિતની વસ્તુઓ લઈને આવ્યો હતો. દરગાહમાં દિવસ દરમિયાન બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

આ દરમિયાન ધોરાજીના મુસ્લિમ યુવકે બંને સગીરાના ફોનમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતા જેથી સગીરાના પરિવાર અને પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે. સગીરાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેને પોતાનું નામ બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ વ્યક્તિ નામ પૂછે તો તેની ઓળખ જાહેર ન થાય. આ ઉપરાંત, 16 વર્ષના એક કિશોર સાથે લગ્ન કરવા અને ત્યાં જ સ્થાયી થવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો દાવો સગીરાએ કર્યો હતો.

આ કેસમાં મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ મીરા દાતાર દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના એક મુસ્લિમ યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર એમ કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *