રાજકોટ જેલમાં બંધ શખ્સનું વ્યાજખોરીનું નેટવર્ક, પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઝડપાયા

રાજકોટની જેલમાં બંધ ઇસમેં વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી લેબર કોન્ટ્રાકટરએ મારી નાખવાની ધમકી આપી તેના સાગરીતોએ પણ ધમકી આપતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ…

રાજકોટની જેલમાં બંધ ઇસમેં વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી લેબર કોન્ટ્રાકટરએ મારી નાખવાની ધમકી આપી તેના સાગરીતોએ પણ ધમકી આપતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે ચાર પૈકી ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ એક આરોપી રાજકોટ જેલમાં હોવાથી જેલમાંથી લાવવાની કાર્યવાહી પોલીસે શરુ કરી છે.

વાંકાનેરના રહેવાસી દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગર (ઉ.વ.42) નામના લેબર કોન્ટ્રાકટરે વર્ષ 2022 માં રૂૂપિયા 10 લાખ 10 ટકાના વ્યાજે આરોપી સરફરાજ હુશેન મકવાણા પાસેથી લીધા હતા જે આરોપી હત્યાના ગુનામાં જેલમાં હોવાથી તેના સાગરિત મારફત જેલમાં મળવા બોલાવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરી હતી તેજ પેરોલ પર આવીને છરી બતાવી વ્યાજના પૈસા સમયસર ચુકવવા નહીતર એક મર્ડરમાં અંદર છું બીજું મર્ડર કરતા વાર નો લાગે તેવી ધમકી આપી હતી અને 35 લાખ વસુલ્યા છતાં વધુ સાડા પંદર લાખની ઉઘરાણી માટે ધમકીઓ આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

આરોપીઓ સાકીર ઇકબાલ ઘોઘારી રહે હાલ ઝવેરી શેરી મોરબી, રમજાન ઉર્ફે રમજુ કરીમ માડકીયા રહે સંધીવાસ ટંકારા અને પુનીત કનૈયાલાલ મનવાણી રહે રવાપર રેસીડેન્સી , રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે આરોપી સરફરાજ હુશેન મકવાણા હાલ રાજકોટ જેલમાં બંધ હોવાથી જેલમાંથી લાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *