શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનમાં અજાણ્યા યુવાનનું મોત

અજાણી કારનો ચાલક ઉલાળી ફરાર : મૃતકની ઓળખ મેળવવા તજવીજ રાજકોટ ગોંડલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાઇવે પર સિક્સલેનનું કામ…

અજાણી કારનો ચાલક ઉલાળી ફરાર : મૃતકની ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ ગોંડલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાઇવે પર સિક્સલેનનું કામ ચાલુ હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી રહે છે. જયારે આજે વહેલી સવારે શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પુર પાટ ઝડપે આવતા અજાણી કારનો ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટતા અજાણ્યા યુવાનનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ હતું. આ અંગે શાપર-વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાશી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળ નજીક આવેલા ભૂમિ ગેઇટ પાસે આજે સવારે 6.30 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી અજાણી કારનો ચાલક રસ્તા પર પસાર થતાં યુવાનને ઠોકરે ચડાવી નાશી છૂટયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં અજાણાયા યુવાન (ઉ.વ.આશરે30)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલીક સરવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ટૂૂંકી સારવાર દરમિયાન બપોરે તેનું મોત નીપજ્યુ હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતક અજાણા યુવાનની ઓળખ મેળવવા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *