ખેરડી ગામે પતિના માસીયાઇ ભાઇના ઘરે વાસ્તુમાં જતા હતા
શહેરનાં યુનિવર્સીટી રોડ પર મુંજકા ગામે રહેતા વૃધ્ધા પતિનાં બાઇક પાછળ બેસી ખેરડી ગામે વાસ્તુમા જતા હતા ત્યારે ખેરડી નજીક ચાલુ બાઇક પાછળથી પડી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ મુંજકા ગામે આવાસ યોજનાં કર્વાટરમા રહેતા દયાબેન હીરાભાઇ મોલીયા (ઉ.વ. 71 ) નામનાં વૃધ્ધા આજે સવારે તેમનાં પતિ સાથે બાઇક પાછળ બેસી જતા હતા ત્યારે ખેરડી ગામ પાસે પહોંચતા અચાનક બાઇક પાછળથી પડી જતા તેમને માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા સારવાર દરમ્યાન વૃધ્ધાનુ મોત નીપજયુ હતુ આ અંગે સિવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી કાલાવડ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમીક તપાસમા મૃતક વૃધ્ધાને સંતાનમા એક પુત્ર અને ત્રણ પુત્રી છે આજે નીકાવાનાં ખેરડી ગામે પતિનાં માસીયાઇ ભાઇનાં ઘરે વાસ્તુનો પ્રસંગ હોવાથી તેઓ પતિ સાથે બાઇક પર ખેરડી જવા નીકળ્યા હતા ત્યારે ખેરડી નજીક બાઇક પાછળથી પડી જતા ગંભીર ઇજા જીવલેણ નીવડી હતી આ બનાવથી પટેલ પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.
